ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત
ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત
Published on: 23rd September, 2026

ગણેશ વિસર્જન ૨૦૨૬ હિન્દુ ધર્મની પવિત્ર પરંપરા છે. ચતુર્થી પર સ્થાપિત ગણેશજીની પૂજા બાદ નિર્ધારિત દિવસે (દોઢ દિવસ, ૩, ૫, ૭, ૧૦, ૧૧મા દિવસે અથવા અનંત ચતુર્દશી પર) મૂર્તિનું જળમાં વિસર્જન કરવામાં આવે છે. દ્રિક પંચાંગ મુજબ, ચતુર્દશી તિથિ ૨૪ સપ્ટેમ્બરે રાત્રે ૧૧:૧૮ થી ૨૫ સપ્ટેમ્બરે રાત્રે ૧૧:૦૬ સુધી રહેશે. વિસર્જન પૂર્વે અંતિમ ઉત્તરપૂજા, ક્ષમા યાચના અને જયઘોષ બાદ મૂર્તિનું પ્રસ્થાન થાય છે. ઘરે પાછા ફરી પ્રસાદ વિતરણ કરાય છે.