શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડના પુષ્પોનો શણગાર, સુખડીનો અન્નકૂટ.
શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડના પુષ્પોનો શણગાર, સુખડીનો અન્નકૂટ.
Published on: 29th April, 2026

બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા કલાત્મક વાઘા અને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સમગ્ર સિંહાસનને વિદેશી ઓર્કિડ ફૂલોથી દિવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળા અને શણગાર આરતી બાદ હજારો હરિભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર 'જય કષ્ટભંજન'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને શ્રદ્ધાળુઓએ દાદાના દિવ્ય સ્વરૂપની પૂજા-અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી.