ભક્તિ સાથે સેવા: ઊંઝા ઉમિયા માતાજી સંગઠનમાં 5 વર્ષમાં સર્વ સમાજની 1 લાખ મહિલાઓ જોડાઈ.
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના મહિલા સંગઠને છેલ્લા ૫ વર્ષમાં ૧ લાખથી વધુ મહિલાઓને જોડીને સામાજિક ક્રાંતિ સર્જી છે. સંસ્થા દ્વારા કાર્યરત ૫૦૦૦ સત્સંગ મંડળો માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ મેડિકલ સહાય, કેન્સર જાગૃતિ અને આર્થિક મદદ માટે ‘કવચ’ સમાન બન્યા છે. ડૉ. જાગૃતિ પટેલના નેતૃત્વમાં વિધવા અને જરૂરિયાતમંદ બહેનોને ગૃહ ઉદ્યોગ અને સરકારી યોજનાઓ દ્વારા આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે. મંદિરને કેન્દ્ર બનાવી સામાજિક પ્રશ્નો ઉકેલતું આ ગુજરાત મોડેલ હવે રાષ્ટ્રીય સ્તરે વિસ્તારવાનું ભવ્ય આયોજન છે.
ભક્તિ સાથે સેવા: ઊંઝા ઉમિયા માતાજી સંગઠનમાં 5 વર્ષમાં સર્વ સમાજની 1 લાખ મહિલાઓ જોડાઈ.
રાજકોટમાં ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ રાજકોટમાં એક મોટી સફળતા મેળવી છે. CGST કચેરીના એક સુપરિન્ટેન્ડન્ટ અને તેમના વતી લાંચ લેતા એક ટેક્સ કન્સલ્ટન્ટને 20 લાખ રૂપિયાની માતબર રકમ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદી સામે GST ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે CGST કચેરીમાં એક અરજી થઈ હતી. આ કેસમાં મોટી કાર્યવાહી ન કરવા અને મામલો થાળે પાડવા માટે સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
રાજકોટમાં ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને લઈને ચર્ચા થઈ છે. ગત વખતે દિલ્હીમાં યોજાયેલી જ આંતરરાષ્ટ્રીય BRICS દેશોની હાઇ-લેવલ બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધે છે કારણ કે ગયા વખતે દિલ્હીમાં BRICSના પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જ્યાં “યુથ સબ-ગ્રુપ” પર ખાસ ફોકસ સાથે ચર્ચા થઈ હતી.
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન
શહેરના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં આજે ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ ધામા નાખ્યા છે. 1992માં થયેલી એક યુવતીની કથિત હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે JCB મશીનો વડે ખોદકામ શરૂ કર્યું છે. આશરે 35 વર્ષ પૂર્વે એક યુવતીની તેના પરિવારના જ સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને આરોપીના જ ઘરમાં આવેલા એક કૂવામાં દાટી દેવામાં આવી હતી. આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીના પરિવારના સભ્યોને મૃતક યુવતીના વારંવાર ડરામણા ભાસ થવા લાગ્યા.
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન'
ગુજરાતમાં હવે પ્રવાસીઓની સુરક્ષા માત્ર કાયદો-વ્યવસ્થા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેમને મિત્રસભર વાતાવરણ પૂરું પાડવામાં આવશે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રવાસન સ્થળો પર સુરક્ષા અને સુવિધા વધારવા માટે અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રથમ તબક્કે ત્રણ મુખ્ય પર્યટન જિલ્લાઓ ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગને આવરી લેવામાં આવશે.
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન'
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2,500થી વધુ હોદ્દા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 4 મુખ્ય સંવર્ગોમાં નિમણૂક કરાશે. ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યા, મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ના હોદ્દા માટે 420 જગ્યા, જુનિયર ક્લાર્ક-કમ-એકાઉન્ટ ક્લાર્કની 164 જગ્યા, લેબોરેટરી ટેકનિશિયન 61 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત બેઠકોની વિશેષ જોગવાઈ કરાઈ છે.
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર
રાજકોટમાં સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કર
રાજકોટના મોટી ટાંકી ચોક પાસે આજે સવારે પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાનચાલકે બેદરકારીપૂર્વક ઝડપથી વળાંક લેતા વાન બસ સાથે અથડાઈને રસ્તા પર પલટી ગઈ હતી, જેમાં સવાર ૫ વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક બાળકીઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડી હતી. સીસીટીવી ફૂટેજમાં વાનચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાએ સ્કૂલ વાહનોની અનિયંત્રિત ગતિ અને સુરક્ષાના નિયમોના અમલીકરણ સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.
રાજકોટમાં સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કર
6 ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર આવાસમાં મધ્યરાત્રિએ હિંસક હુમલાની ઘટના બની છે. 'સુલતાન' નામના શખ્સની શોધમાં આવેલા હથિયારધારી ટોળકીએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર ચપ્પુ અને કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૯ વર્ષીય બોબીની આંગળીમાં ૬ ઈંચનું ચપ્પુ ફસાઈ ગયું હતું, જ્યારે તેના ભાઈ સહિત અન્ય યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. વેસુ પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.
6 ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર
ભાજપના ધૂંરધરો પ્રચારથી દૂર રહ્યા, ધારાસભ્યોએ લાજ બચાવી
અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓની સૂચક ગેરહાજરી વચ્ચે વર્તમાન ધારાસભ્યો અને મંત્રીઓએ પ્રચારની કમાન સંભાળી હતી. કેટલાક પૂર્વ નેતાઓ દ્વારા વિપક્ષને છૂપી મદદ કરવાના આક્ષેપો અને બગસરામાં 'આપ'ના વિજયે પક્ષમાં ચિંતા વધારી છે. ૨૦૨૪થી ચાલી રહેલા આ વિખવાદ અને નિષ્ક્રિય રહેલા નેતાઓ સામે આગામી સમયમાં હાઈકમાન્ડ દ્વારા કડક કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે.
ભાજપના ધૂંરધરો પ્રચારથી દૂર રહ્યા, ધારાસભ્યોએ લાજ બચાવી
બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જૂની અદાવતને લઈ ફરિયાદી પર આઠ લોકોએ હુમલો કર્યો
અમદાવાદના બાપુનગરમાં જૂની અદાવતને લીધે આઠ જેટલા અસામાજિક તત્વોએ એક ઓફિસ પર લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. રાહુલ મરાઠી અને તેના સાથીદારો દ્વારા કરવામાં આવેલી આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફરિયાદી મલખાન સિંહ ચૌહાણ સામે પણ અગાઉ મારામારીના કેસ નોંધાયેલા છે. હાલમાં ફરિયાદી અને આરોપી બંને ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાપુનગર અને શહેરકોટડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જૂની અદાવતને લઈ ફરિયાદી પર આઠ લોકોએ હુમલો કર્યો
વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી
વેરાવળ-પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કાંટાની ટક્કર બાદ ૨૪ બેઠકો મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસે ૨૦ બેઠકો સાથે જોરદાર લડત આપી હતી. કુલ ૪૪ બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૧ ના પરિણામો ભાજપ માટે નિર્ણાયક સાબિત થયા હતા. ગત ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે. વિજય બાદ ભાજપ દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ પરિણામો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો માટે મહત્વના સંકેત માનવામાં આવે છે.
વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી
મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ.
મોરબી-માળિયા વિધાનસભા હેઠળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થતા રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના નિવાસસ્થાને વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. મોરબી મહાનગરપાલિકાની તમામ ૫૨ બેઠકો સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. મંત્રીએ આ જીતને કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ ગણાવી નવનિર્વાચિત સભ્યોને આગામી પાંચ વર્ષ ભ્રષ્ટાચારમુક્ત અને પ્રમાણિકતાથી લોકસેવા કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સિરામિક એસોસિએશનના અગ્રણીઓએ હાજર રહી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ.
30 એપ્રિલે ભગવાન નરસિંહ પ્રાગટ્ય ઉત્સવ.
વૈશાખ સુદ ચતુર્દશીના રોજ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એવા નરસિંહ ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્ત પ્રહલાદની રક્ષા કાજે ભગવાને અડધા માનવ અને અડધા સિંહ સ્વરૂપે પ્રગટ થઈ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો. આ વર્ષે ગુરુવારના સંયોગથી આ પર્વનું મહત્ત્વ વધ્યું છે, જેની પૂજા-અર્ચનાથી ભય, રોગ અને શત્રુઓથી મુક્તિ મળે છે. સમગ્ર ભારતમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ ઉત્સવ મોટા પાયે ઉજવાય છે, જ્યાં ભક્તો વ્રત અને દાન-પુણ્ય દ્વારા ભગવાનના આશીર્વાદ મેળવે છે.
30 એપ્રિલે ભગવાન નરસિંહ પ્રાગટ્ય ઉત્સવ.
મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ.
મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોમાંથી ૧૭ બેઠકો જીતી ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને ૭ બેઠકો મળી છે. જોકે, પ્રમુખપદ માટે અનામત એકમાત્ર 'નેકનામ' એસટી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરીયા વિજેતા થતા ભાજપ માટે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. બહુમતી હોવા છતાં અનામત બેઠક ગુમાવવાને કારણે પ્રમુખ નક્કી કરવા બાબતે ભાજપ મૂંઝવણમાં છે. બીજી તરફ, વાંકાનેરની તિથવા બેઠક પર કોંગ્રેસે સૌથી વધુ મતોથી જીત મેળવી પોતાની પરંપરાગત બેઠકો જાળવી રાખી છે.
મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ.
817 પાટણવાસીઓએ NOTA દબાવ્યું.
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ૮૧૭ મતદારોએ 'નોટા' (NOTA) પર પસંદગી ઉતારીને તમામ પક્ષો અને ઉમેદવારો પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી ઇતિહાસ રચ્યો છે. ૧૧ વોર્ડના ૧૧૪ ઉમેદવારો સામે જનતાની આ નારાજગી પાછળ વિવાદાસ્પદ ઉમેદવારોની પસંદગી અને પાયાની સુવિધાઓ ઉકેલવામાં પક્ષોની નિષ્ફળતા મુખ્ય કારણો મનાય છે. નજીવા માર્જિનથી થતી હાર-જીતના ગણિતમાં આટલા મોટા પ્રમાણમાં નોટાનો ઉપયોગ રાજકીય પક્ષો માટે ચેતવણી સમાન છે, જે દર્શાવે છે કે મતદારો હવે પક્ષ કરતાં ઉમેદવારની છબી અને કામગીરીને વધુ મહત્વ આપે છે.
817 પાટણવાસીઓએ NOTA દબાવ્યું.
લોકરની ચાવીથી 12 લાખ લૂંટ્યા ને કેશ પેટી તોડી 38 લાખ કાઢ્યા.
સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલી SBI શાખામાં છ સશસ્ત્ર લૂંટારૂઓએ ફિલ્મી ઢબે અંદાજે ₹50 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને પ્રવેશ કરી કર્મચારીઓ અને ગ્રાહકોને પિસ્તોલની અણીએ બંધક બનાવ્યા હતા. બેંકમાંથી ₹12 લાખ અને CMS કેશવાનમાંથી ₹38 લાખની લૂંટ કરી તેઓ ત્રણ બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી છે, જ્યારે કેશવાનના ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
લોકરની ચાવીથી 12 લાખ લૂંટ્યા ને કેશ પેટી તોડી 38 લાખ કાઢ્યા.
સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક જીત મેળવી ૨૦૨૭ની વિધાનસભાની તૈયારીઓ મજબૂત કરી છે, પરંતુ આ ભવ્ય વિજય વચ્ચે આઠ મંત્રીઓ પોતાના જ વિસ્તારમાં પક્ષને જીતાડવામાં નિષ્ફળ રહ્યા છે. શિક્ષણ મંત્રી, કૃષિ મંત્રી અને વન મંત્રી સહિતના દિગ્ગજોના ગામોમાં કોંગ્રેસ, આપ અને અપક્ષોનો વિજય થયો છે. આ પરિણામોનું વિશ્લેષણ કરવા અને મનપામાં નવી બોડી રચવા માટે આજે 'કમલમ' ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાશે, જેમાં હારેલી બેઠકો અંગે ગંભીર ચર્ચા થવાની શક્યતા છે.
સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા.
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું
સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની થયેલી ભવ્ય જીતમાં પાટીદાર વિસ્તારોમાં ખીલેલું કમળ હરખની વિશેષ હેલી લઈને આવ્યું છે. 2021 માં જે વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની તરફેણમાં બમ્પર મતદાન થયું હતું, ત્યાં ભાજપની કરારી હાર નોંધાઈ હતી. તે વિસ્તારોમાં આ વખતે આપના ઝાડું ઉપર મતદારોનો સાવરણો ફરી વળ્યો છે. 2021 ની ચૂંટણીમાં 'આપ'એ જીતેલા વોર્ડ નં. 2, 3, 4, 5 અને 16 ગુમાવ્યા છે, જ્યારે વોર્ડ નં-7 અને 8 માં પણ ભાજપની પેનલ તોડનારા ઉમેદવારો ઘરભેગા થયા છે.
સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપનું કમબેક, AAPને આ ફેક્ટર નડ્યું
વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ 'ધમકી'એ પલટી નાંખી બાજી?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર ભવ્ય વિજય મેળવીને કેસરીયો લહેરાવ્યો છે, પરંતુ આ જીતના પાયામાં દબાણ અને ડરની રાજનીતિ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ મતદારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'સરકાર અમારી છે, એટલે કામ પણ અમારે જ કરવાના છે.' જો વિપક્ષને મત આપશો તો તે એળે જશે અને વિકાસના કામો અટકી પડશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રકારની રણનીતિને કારણે મતદારોમાં એક પ્રકારનો ફાળ પેસી ગયો અને અંતે ભાજપની જીતનો માર્ગ મોકળો થયો હતો.
વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ 'ધમકી'એ પલટી નાંખી બાજી?
કેપ્ટન કૂલના ‘કલાકાર’ ફેને બનાવ્યું 25 ફૂટનું ચિત્ર.
વાપીના યુવાન કલાકાર કરણ વિશ્વકર્માએ દમણના ઐતિહાસિક કિલ્લા પર પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું ૨૫ ફૂટ લાંબુ મહાકાય સ્કેચ બનાવીને પોતાની કલાનો પરિચય આપ્યો છે. ૫૦૦થી વધુ A4 સાઈઝના પેપર જોડીને તૈયાર કરેલી આ કલાકૃતિ પાછળ કરણે સાત દિવસનો કઠોર પરિશ્રમ કર્યો હતો. તેજ પવન અને કાગળ જોડવાના પડકારો છતાં, પોતાના મનપસંદ ખેલાડી પ્રત્યે આદર વ્યક્ત કરવા તેણે આ અનોખું ચિત્ર તૈયાર કર્યું છે. કરણની ઈચ્છા છે કે આ અદભુત ભેટ ખુદ ધોની સુધી પહોંચે.
કેપ્ટન કૂલના ‘કલાકાર’ ફેને બનાવ્યું 25 ફૂટનું ચિત્ર.
ગુજરાતમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થયો,આજે 44 ડિગ્રી સુધી તાપમાન પહોચી શકે છે.
ગુજરાતમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાતા ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આજે 43થી 44 ડિગ્રી ગરમીની આગાહી કરી છે. ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે ડીસા, કંડલા અને વડોદરામાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભુજમાં 40 અને ભાવનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેમાં ગઈકાલે ૪૩.૬ ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં પારો ૪૩.૨ ડિગ્રીએ પહોંચ્યો હતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હાલમાં હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને આકરી ગરમીની સાથે અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાતમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થયો,આજે 44 ડિગ્રી સુધી તાપમાન પહોચી શકે છે.
અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી.
અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોમાંથી ૩૨ પર ભાજપનો કબ્જો રહ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર ૨ બેઠકો પર સીમિત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં કોંગ્રેસ કરતાં અપક્ષ ઉમેદવારો વધુ મજબૂત સાબિત થયા છે. બીજી તરફ, સાણંદમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી પંચાયતી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ભાજપના આ ભવ્ય વિજય સામે વિપક્ષ કોંગ્રેસની સ્થિતિ જિલ્લામાં અત્યંત દયનીય જોવા મળી છે.
અમદાવાદની પાલિકા-પંચાયતોમાં તો કોંગ્રેસ અપક્ષથી પણ પાછળ! સાણંદમાં AAPની એન્ટ્રી.
અમદાવાદના 30 હજારથી વધુ નાગરિકોએ NOTAનું બટન દબાવ્યું
અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં ૩૦ હજારથી વધુ મતદારોએ 'નોટા' (NOTA) પસંદ કરી તમામ ઉમેદવારો સામે નારાજગી વ્યક્ત કરી છે. વર્ષ ૨૦૨૧ની સરખામણીએ આ વખતે નોટામાં ૫,૦૦૦થી વધુ મતોનો વધારો નોંધાયો છે, જેમાં થલતેજ, વસ્ત્રાલ અને રાણીપ જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસંતોષ જોવા મળ્યો છે. બીજી તરફ, દરિયાપુર અને જમાલપુરમાં નોટાનો પ્રભાવ ઓછો રહ્યો છે. ૩૦,૮૮૩ જેટલા આ મતો રાજકીય પક્ષો માટે આત્મમંથનનો વિષય છે, કારણ કે મતદારો હવે પક્ષના બદલે ઉમેદવારની કામગીરી અને ગુણવત્તાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.
અમદાવાદના 30 હજારથી વધુ નાગરિકોએ NOTAનું બટન દબાવ્યું
ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી.
ગઢડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભાજપે ભવ્ય વિજય મેળવી તમામ અટકળોનો અંત આણ્યો છે. તાલુકા પંચાયતની ૨૨ બેઠકોમાંથી ભાજપે ૧૫ બેઠકો પર કબ્જો કર્યો છે, જ્યારે કોંગ્રેસને ૪ અને આમ આદમી પાર્ટીને ૩ બેઠકો મળી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, જિલ્લા પંચાયતની તમામ ૭ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. રાજકીય વિશ્લેષકોના ગણિતોને ખોટા પાડી ભાજપે અહીં પૂર્ણ બહુમતી સાથે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળતા મેળવી છે.
ગઢડા તાલુકામાં જિલ્લા પંચાયતની 7 બેઠક ભાજપે કબ્જે કરી.
ભાવનગર કોર્પોરેશનમાં 1995થી ભાજપ અપરાજીત: કોંગ્રેસને ન નફો, ન નુકસાન
2021 નું પુનરાવર્તન, ભાજપને સત્તાનું સુકાન પણ સીટમાં વધારો નહીંભાજપના ૫૨, કોંગ્રેસે ૫૦ મળી કુલ ૧૫૦ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, ૨૦૨૧ની તુલનામાં ૫.૩૭ ટકા ઉંચું છતાં ભાજપને બેઠકો વધવાની આશા ઉપર પાણી ફરી વળ્યુંભાવનગર - ભાવનગર કોર્પોરેશનમાં ૧૯૯૫થી ભાજપની શરૃ થયેલી વિજય યાત્રાને કોંગ્રેસ રોકી શકી નથી. અપરાજીત ભાજપે ભલે સાતમી વખત સત્તાનું સુકાન સંભાળશે પણ બેઠકો વધવાની આશા ઉપર મતદારોએ ઠંડું પાણી ફેરવી દીધું છે.
ભાવનગર કોર્પોરેશનમાં 1995થી ભાજપ અપરાજીત: કોંગ્રેસને ન નફો, ન નુકસાન
કોંગ્રેસની હાર માટે ટિકિટોની સોદાબાજી અને ડેમેજ કંટ્રોલમાં બેદરકારી જવાબદાર.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પાછળ આંતરિક જૂથબંધી, ટિકિટોની કથિત સોદાબાજી અને નબળું આયોજન મુખ્ય કારણો મનાય છે. પ્રદેશ નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવામાં અને સમયસર મેન્ડેટ પહોંચાડવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે ૭૦૦ જેટલી બેઠકો ભાજપને બિનહરીફ મળી ગઈ હતી. કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ, પ્રચાર સામગ્રીની અછત અને સંકલનની ખામીને લીધે સત્તા વિરોધી લહેર હોવા છતાં કોંગ્રેસ તેને મતમાં ફેરવી શકી નથી. હવે પક્ષ આ પરાજયનું વિગતવાર વિશ્લેષણ કરશે.
કોંગ્રેસની હાર માટે ટિકિટોની સોદાબાજી અને ડેમેજ કંટ્રોલમાં બેદરકારી જવાબદાર.
કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો
વિશ્લેષકોએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર માટે તેમના આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે. આ ઘટાડો ક્રૂડ ઓઇલના સતત વધતા ભાવ વચ્ચે જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વધારાનો પ્રભાવ હજુ સુધી સંપૂર્ણપણે પ્રગટ થયો નથી. જે આગામી કેટલાક ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ્સના નાણાકીય પ્રદર્શન પર નકારાત્મક અસર કરે તેવી શક્યતા છે. તેઓ માને છે કે આ પ્રતિકૂળતા નાણાકીય વર્ષ ૨૦૨૭ના આંકડાઓને અસર કરશે.
કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા આવક વૃદ્ધિના અંદાજમાં ઘટાડો
જિલ્લાની ચૂંટણીમાં ભાજપની સુનામી: 308 બેઠકમાં કમળને જીતનો કળશ
Local body election result 2026: ભાજપના નેતાઓએ જ્યાં બેફામ ઉચ્ચારણો કર્યાં ત્યાં જ કોંગ્રેસની જીત થઈ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓના બેફામ અને અહંકારી નિવેદનો ભાજપને ભારે પડ્યા હોય તેમ જણાય છે. આણંદના સાંસદ મિતેષ પટેલની ગ્રાન્ટ ન આપવાની ચીમકી છતાં આંકલાવ તાલુકા પંચાયતની ૨૦માંથી ૧૩ બેઠકો કોંગ્રેસે જીતી લીધી છે. તેવી જ રીતે, ડભોઈમાં ધારાસભ્ય શૈલેષ મહેતાના વર્ચસ્વ છતાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડના વતન આજોઠામાં પણ મતદારોએ ભાજપના ઉમેદવારને નકારી કોંગ્રેસને વિજય અપાવ્યો છે, જે દર્શાવે છે કે જનતાએ મનઘડત ઉચ્ચારણોનો જવાબ બેલેટ દ્વારા આપ્યો છે.
Local body election result 2026: ભાજપના નેતાઓએ જ્યાં બેફામ ઉચ્ચારણો કર્યાં ત્યાં જ કોંગ્રેસની જીત થઈ.
ભારતમાં દર વર્ષે 17,000 બાળકોના કેન્સરથી મોત થાય છે.
લાન્સેટના અહેવાલ મુજબ, ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં બાળકોમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક છે, જ્યાં ૮૨% નવા કેસ અને ૯૪% મૃત્યુ નોંધાય છે. વર્ષ ૨૦૨૩માં વિશ્વભરમાં અંદાજે ૩.૭૭ લાખ બાળકોએ કેન્સરને કારણે જીવ ગુમાવ્યો હતો, જ્યારે ૧.૪૫ લાખ નવા કેસ સામે આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે દરરોજ ૧૦૦૦થી વધુ બાળકો કેન્સરનો શિકાર બને છે, જેમાં લ્યુકેમિયા (બ્લડ કેન્સર) સૌથી વધુ જીવલેણ સાબિત થયું છે, જેનાથી એકલા ૨૦૨૩માં ૪૬,૦૦૦ બાળકોના મોત થયા હતા.
ભારતમાં દર વર્ષે 17,000 બાળકોના કેન્સરથી મોત થાય છે.
મેધાવી મેઘાણી: સાચા 'રાષ્ટ્રીય શાયર'.
ઝવેરચંદ મેઘાણીએ પોતાના સાહિત્ય દ્વારા દેશભક્તિ અને લોકસાહિત્યની અસ્મિતાને જીવંત રાખી છે. 'વિદાય' અને 'છેલ્લો કટોરો' જેવા કાવ્યોમાં તેમણે સ્વાતંત્ર્યવીરોનું શૌર્ય અને ગાંધીજીના મનોમંથનને વાચા આપી છે. સૌરાષ્ટ્રના ગામડે-ગામડે રખડીને તેમણે લોકગીતો અને વાર્તાઓનું અમૂલ્ય સંશોધન કર્યું, જેમાં તળપદી બોલીનું ખમીર ઝીલાયું છે. 'કસુંબીનો રંગ' ગીત દ્વારા બલિદાન અને સંસ્કારોનો જે રંગ તેમણે પ્રગટાવ્યો, તે આજે પણ ભારતીય સંસ્કૃતિ અને લોકહૃદયમાં સાચા 'રાષ્ટ્રીય શાયર' તરીકે ધબકી રહ્યો છે.