ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે દુંદાળા દેવની વિદાય
ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે દુંદાળા દેવની વિદાય
Published on: 21st September, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ખંભાળિયા બાયપાસ અને સરદાર રિવેરા ખાતે ખાસ કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. ગણેશ ઉત્સવના સાતમા દિવસે, "ગણપતિ બાપા મોરિયા"ના નાદ સાથે શ્રદ્ધાળુઓએ દુંદાળા દેવને ભાવભેર વિદાય આપી. શહેરના બંને કૃત્રિમ કુંડમાં કુલ 1,374 ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થયું, જેમાં ખંભાળિયા બાયપાસ ખાતે 1022 અને સરદાર રિવેરા ખાતે 352 મૂર્તિઓ હતી. સાત દિવસમાં કુલ 3,464 મૂર્તિઓનું વિસર્જન થયું.