રાષ્ટ્રપતિના આગમન પૂર્વે વડોદરા-પાદરા રૂટ પર સુરક્ષા રિહર્સલ યોજાયું
રાષ્ટ્રપતિના આગમન પૂર્વે વડોદરા-પાદરા રૂટ પર સુરક્ષા રિહર્સલ યોજાયું
Published on: 23rd September, 2026

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના વડોદરા-પાદરા પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ અપાયો છે. રાષ્ટ્રપતિ તાજપુરા ખાતે ઓમ શાંતિ ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસનું લોકાર્પણ કરવાના હોવાથી સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું અંતિમ રિહર્સલ હાથ ધરાયું હતું. રાષ્ટ્રપતિના રોકાણ સ્થળથી લઈને કાર્યક્રમ સ્થળ સુધીના રૂટ પર સુરક્ષા પ્રોટોકોલ અને ટ્રાફ્કિ વ્યવસ્થા ચકાસાઈ હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ નિરીક્ષણ કરી સૂચનાઓ આપી હતી.