વડોદરાની પાદરા તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી.
વડોદરાની પાદરા તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી.
Published on: 25th May, 2026

પાદરા તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે ભાજપે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ મહેન્દ્રસિંહ ઉદેસિંહ પઢીયારને પ્રમુખ અને કામીનીબેન સંદીપ પટેલને ઉપપ્રમુખ તરીકે સત્તાવાર મેન્ડેટ આપી ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકના નામોની પણ જાહેરાત કરાઈ છે. ભાજપે 26માંથી 20 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, તેથી ચૂંટણી ઔપચારિકતા પૂરતી રહેવાની શક્યતા છે.