TMC માં 19 સાંસદોનો બળવો, શત્રુઘ્ન સિન્હા અને યુસુફ પઠાન પણ સામેલ
TMC માં 19 સાંસદોનો બળવો, શત્રુઘ્ન સિન્હા અને યુસુફ પઠાન પણ સામેલ
Published on: 10th June, 2026

પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. 19 લોકસભા સાંસદોએ મમતા બેનર્જી સામે બગાવત કરી છે, જેમાં બોલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને ક્રિકેટર યુસુફ પઠાન જેવા મોટા નામ સામેલ છે. આ સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને પોતાનું અલગ સંસદીય જૂથ (Separate Parliamentary Group) બનાવવા માટે પત્ર સોંપ્યો છે. જો આ દાવો સાચો ઠરે તો TMC માટે આ મોટો ફટકો હશે, કારણ કે બે-તૃતીયાંશ સાંસદો અલગ જૂથ બનાવે તો જ સભ્યપદ સુરક્ષિત રહી શકે છે.