સોનમ વાંગચુકની ભૂખ હડતાળ સમાપ્તિ માટે પત્નીએ મૂકી માંગણીઓ
સોનમ વાંગચુકની ભૂખ હડતાળ સમાપ્તિ માટે પત્નીએ મૂકી માંગણીઓ
Published on: 19th July, 2026

સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મોએ 20 જુલાઈએ યોજાનાર સંસદ ચલો માર્ચ પહેલા જાહેરાત કરી છે કે જો રાજકીય નેતાઓ ખાતરી આપે કે તેઓ ચોમાસુ સત્રમાં શિક્ષણમાં જવાબદારીનો મુદ્દો ઉઠાવશે, તો સોનમ આવતીકાલે ભૂખ હડતાળ સમાપ્ત કરી દેશે. તેમણે કહ્યું કે આ માટે નેતાઓએ સોનમની હોસ્પિટલમાં મુલાકાત કરી તેમને આશ્વાસન આપવું પડશે. ગીતાંજલિએ સમર્થકોને શાંતિપૂર્ણ પ્રદર્શનનો સંદેશ આપ્યો અને કોઈપણ અડચણ સામે સાવચેત રહેવા અપીલ કરી. નવી દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.