શીતલ શાહ ભુજનાં 45મા નગરપતિ, પ્રબળ દાવેદારોની બાદબાકી ચર્ચામાં.
શીતલ શાહ ભુજનાં 45મા નગરપતિ, પ્રબળ દાવેદારોની બાદબાકી ચર્ચામાં.
Published on: 20th May, 2026

ભુજ નગરપાલિકાનાં 45મા નગરપતિ તરીકે શીતલ શાહની વરણી થઈ છે. બિંદિયા ઠક્કર ઉપપ્રમુખ, કમલ ગઢવી કારોબારી ચેરમેન બન્યા. આ નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવાયો, જેનાથી રાજકીય વર્તુળોમાં ઉત્સાહ છે. જલધિ વ્યાસ અને રાજેન્દ્રસિંહ જાડેજા જેવા પ્રબળ દાવેદારોની બાદબાકી ચર્ચાનો વિષય બની. નવા હોદ્દેદારો સામે શહેરની પાણી, ગટર, માર્ગ, સફાઈ અને વિકાસના પ્રશ્નોના નિરાકરણનો પડકાર રહેશે.