PM મોદીના જન્મદિવસ નિમિત્તે અમિત શાહ વડનગરથી વારાણસી સેવા યાત્રાનો પ્રારંભ કરાવશે
PM મોદીના જન્મદિવસ નિમિત્તે અમિત શાહ વડનગરથી વારાણસી સેવા યાત્રાનો પ્રારંભ કરાવશે
Published on: 17th September, 2026

આજે, 17 સપ્ટેમ્બર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરથી વારાણસી સુધીની સેવા યાત્રાનો પ્રારંભ કરાવશે. આ યાત્રામાં 400થી વધુ બાઈકર્સ ભાગ લેશે. આ ઉપરાંત, રાજ્યભરમાં 18,500 સ્થળોએ "આશીર્વાદ દીવા" પ્રગટાવવામાં આવશે, જેમાં 88 લાખથી વધુ દીવડાઓનો સમાવેશ થાય છે. આ એક મહિનાના "સેવા સંકલ્પ અભિયાન" હેઠળ આયુષ્માન ભારત, અનાજ વિતરણ અને ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે.