ગોધરા તાલુકાના નવા નદીસર ગામે મુખ્યમંત્રીના હસ્તે સેવાસેતુનું ભવ્ય લોકાર્પણ
ગોધરા તાલુકાના નવા નદીસર ગામે મુખ્યમંત્રીના હસ્તે સેવાસેતુનું ભવ્ય લોકાર્પણ
Published on: 26th September, 2026

ગોધરા તાલુકાના નવા નદીસર ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન તેમણે લાભાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ બાદ, તેમણે ગામના નવા પ્રવેશદ્વારનું લોકાર્પણ કર્યું હતું અને વૃક્ષા રોપણ પણ કર્યું હતું. ત્યારબાદ, મુખ્યમંત્રીએ ગણેશ મંદિરની મુલાકાત લીધી અને સ્થાનિક જનમેદની સાથે સંવાદ સાધ્યો હતો. ધારાસભ્ય સી.કે રાઉલજીના પરિવાર સાથે આરતી કર્યા બાદ, તેમણે બાળકો અને મહિલાઓ સાથે પણ વાર્તાલાપ કર્યો.