કલેક્ટર રવિન્દ્ર ખતાલે: કોઈપણ પાત્ર નાગરિક મતાધિકારથી વંચિત ન રહે
ગાંધીનગરમાં મતદાર યાદી સુધારણા અભિયાન હેઠળ, જિલ્લા ચૂંટણી અધિકારી રવિન્દ્ર ખતાલેએ વિવિધ બૂથની મુલાકાત લીધી. તેમણે બીએલઓ સાથે સંવાદ કરી નવા નામ ઉમેરવા, કમી કરવા અને સુધારા-વધારાની કામગીરીની સમીક્ષા કરી. 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો, દિવ્યાંગો સહિત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં સમાવવા અને અરજીઓનો ઝડપી નિકાલ કરવા સૂચના અપાઈ.
