હિંમતનગર: વડાલીમાં કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક, મોંઘવારી સામે જન આક્રોશ રેલીનું આયોજન.
હિંમતનગર: વડાલીમાં કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક, મોંઘવારી સામે જન આક્રોશ રેલીનું આયોજન.
Published on: 07th June, 2026

વડાલી ખાતે કોંગ્રેસ પ્રેરિત જન આક્રોશ રેલી યોજાઈ. નીટ પેપર લીક, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું. રેલીમાં બળદ ગાડા, પ્લે કાર્ડ, ગેસ સિલિન્ડર અને તેલના ડબ્બા સાથે પ્રદર્શન થયું. આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી સહિત અનેક કાર્યકરો જોડાયા. જોકે, વડાલી નગરપાલિકાની સમિતિ રચના બાબતે અસંતોષ અને પૂર્વ પાલિકા પ્રમુખ અજીતસિંહ રાઠોડની ગેરહાજરી પણ જોવા મળી.