હાર્યો જુગારી બમણું રમેઃ મમતાની ત્રણ દુખતી નસ પર ભાજપનો હાથ
હાર્યો જુગારી બમણું રમેઃ મમતાની ત્રણ દુખતી નસ પર ભાજપનો હાથ
Published on: 21st May, 2026

હાર્યો જુગારી બમણું રમે એવુંજ ભારતના રાજકારણમાં પણ જોવા મળે છે. પોતાના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવા રાજકારણીઓ બમણો જુગાર રમે છે. પ.બંગાળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મમતા બેનરજીમાં રાજકીય સ્પોર્ટમેન સ્પીરીટનો છાંટોય જોવા નથી મળતો. તેમને અને તેમના પક્ષના સેક્રેટરી અભિષેક બેનરજીની ઉંઘ હરામ કરી નાખતા પરિણામોના આંકડા તેમની નજર સામેથી ખસતા નથી.