Menu
ગ્રામ પંચાયત ચુંટણી: પાટણ જિલ્લાના 48 ગ્રામ પંચાયતો સમરસ
ગ્રામ પંચાયત ચુંટણી: પાટણ જિલ્લાના 48 ગ્રામ પંચાયતો સમરસ
Published on: 10th June, 2025

પાટણ જિલ્લામાં 310 સામાન્ય અને 70 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી થવા જઈ રહી છે, જેમાંથી 48 ગ્રામ પંચાયતો સમરસ થઇ ચૂકી છે. સમરસ ચૂંટણીઓમાં સાંપ્રત કોમી એકતા જોવા મળી છે અને અનેક ગ્રામ પંચાયત માં સરપંચ સહિત તમામ મહિલા સભ્યો બિનહરીફ જાહેર થયા છે. ખાસ કરીને ભદ્રાડા ગ્રામ પંચાયતમાં, સહમતીથી સરપંચ અને 8 મહિલા સભ્યોને બિનહરીફ કરીને સુકાન ગામની મહિલાઓને ગામના વહિવટ સંભાળવાનું સોંપાયું છે. આથી ગામમાં સિંચાઈ, આરોગ્ય સહિતનાં વિકાસકાર્ય મહિલાઓનાં હાથે કરશે તેવી આશા છે.