ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી.
ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી.
Published on: 25th May, 2026

ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 25મી તારીખે યોજાશે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ રવિવારે ભરાયા હતા. જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે સુરેશભાઈ ખીમાભાઇ કટારા અને ઉપપ્રમુખ પદ માટે તેજલબેન માનસિંગ ભાભોર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા આ બંનેના નામ લગભગ ફાઇનલ મનાઈ રહ્યા છે. તાલુકા પંચાયતમાં ભાજપને 9 બેઠકો મળી હતી.