અમદાવાદના કુબેરનગરમાં વૃક્ષ કાપી ગેરકાયદે દુકાનો બનાવવાના વિવાદ
અમદાવાદના કુબેરનગરમાં વૃક્ષ કાપી ગેરકાયદે દુકાનો બનાવવાના વિવાદ
Published on: 03rd September, 2026

કુબેરનગરમાં હેવી ટ્રીમિંગના બહાને આખું ઝાડ કાપી બે ગેરકાયદે દુકાનો ઊભી કરી દેવાતાં વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં બંગલાને તોડીને કોમર્શિયલ દુકાનો બનાવનારા તત્વોને લાભ પહોંચાડવા માટે વર્ષો જૂના ઘટાટોપ વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું છે. ગાર્ડન વિભાગની મિલીભગત અને 'આંખ આડા કાન' તેમજ 'ભયજનક ઝાડ'ના પાંગળા બચાવ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ કૃત્ય 'મિશન મિલિયન ટ્રીઝ' ના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન ખાતાની લાલિયાવાડી અને સ્થાનિક અધિકારીઓની રહેમનજર હેઠળ થયું છે.