છોટાઉદેપુર જિલ્લા લેન્ડ રેકોર્ડ વર્ગ-3 કર્મચારીઓની ગ્રેડ-પે મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ.
છોટાઉદેપુર જિલ્લા લેન્ડ રેકોર્ડ વર્ગ-3 કર્મચારીઓની ગ્રેડ-પે મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ.
Published on: 30th September, 2026

છોટાઉદેપુર જિલ્લામાં જમીન દફ્તર (લેન્ડ રેકોર્ડ) વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ, ખાસ કરીને ગ્રેડ-પે સુધારાની માંગણી સાથે મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અન્ય સરકારી વિભાગોની સરખામણીમાં ઓછો ગ્રેડ-પે મળતો હોવાથી કર્મચારીઓમાં ભારે રોષ છે. સમાન લાયકાત અને કામગીરી હોવા છતાં અન્યાય થતો હોવાનો તેમનો આક્ષેપ છે. આ હડતાલને કારણે જમીનને લગતી અરજીઓ, નકશા, હદ માપણી અને રેકોર્ડ જેવી સરકારી કામગીરી ઠપ્પ થઈ છે.