વડોદરા જિલ્લાની 4 નગર પાલિકાઓમાં પક્ષીય રાજકારણ: ભાજપનું ૩, કોંગ્રેસનું ૧ બોર્ડ
વડોદરા જિલ્લાની 4 નગર પાલિકાઓમાં પક્ષીય રાજકારણ: ભાજપનું ૩, કોંગ્રેસનું ૧ બોર્ડ
Published on: 20th May, 2026

વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકાઓ ડભોઇ, વાઘોડિયા, પાદરા અને સાવલીમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના મહત્વના પદો પર વરણી થઇ. ભાજપે ત્રણ નગર પાલિકાઓમાં પોતાનું બોર્ડ સ્થાપ્યું, જ્યારે કોંગ્રેસે ડભોઇમાં ભાજપને હરાવી શાસન મેળવ્યું. પાદરામાં અમલદારી શાસનનો અંત આવ્યો અને ચૂંટણી પ્રક્રિયામાં બિનહરીફ પસંદગીઓ થઇ. વાઘોડિયામાં પહેલીવાર ચૂંટણી યોજાઇ અને ભાજપનો વિજય થયો. ડભોઇમાં કોંગ્રેસે બહુમતી સાથે શાસન જમાવ્યું અને રાજકીય વિક્ષેપ રોકવા સભ્યોને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા. સાવલીમાં ભાજપના હોદ્દેદારોની વરણી થઇ, પરંતુ પાટીદાર સમાજની અવગણના ચર્ચાનો વિષય બની.