જંબુસરના MLA D.K. સ્વામીએ શાળાની મુલાકાત લઇ શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી
જંબુસરના MLA D.K. સ્વામીએ શાળાની મુલાકાત લઇ શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી
Published on: 20th June, 2026

જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ નગરની હાજી કન્યા શાળા અને કાવા ભાગોળ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. તેમણે શાળામાં ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સુવિધાઓ, અને શૈક્ષણિક વાતાવરણની સમીક્ષા કરી. ધારાસભ્યે આચાર્યો અને શિક્ષકો સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, અને નૈતિક મૂલ્યો પર ભાર મૂક્યો. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો અસરકારક લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે અંગે માર્ગદર્શન આપ્યું.