CBSE Class 12 Results 2025: 88.39% વિદ્યાર્થીઓે પાસ, દીકરીઓએ છોકરાઓને પાછળ છોડી
Published on: 13th May, 2025
CBSE ધોરણ 12નું પરિણામ 2025 જાહેર થયું છે જેમાં 88.39% વિદ્યાર્થીઓએ પાસ કર્યું છે, જે ગયા વર્ષ કરતા 0.41% વધુ છે. છોકરીઓની પાસ ટકાવારી 91.64% છે, જે છોકરાઓની 85.70% પાસ ટકાવારી કરતા 5.94% વધારે છે. કુલ 17,04,367 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા અને 16,92,794એ પરીક્ષા આપી. પરિણામ cbse.gov.in, cbseresults.nic.in, અને results.cbse.nic.in પર જોઈ શકાય છે. ડિજીલોકર એપથી માર્કશીટ અને પ્રમાણપત્રો મેળવવા મળે છે. રજિસ્ટર્ડ મોબાઈલ દ્વારા SMS દ્વારા લોગિન વિગતો પ્રાપ્ત થાય છે.