ગુજરાતની પ્રજાએ સવેળા રાજકીય જાગૃતિનાં દર્શન કરાવ્યાં હતાં
૧૯૦૭માં કૉંગ્રેસના ભાગલા બાદ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વેગીલી બની, જેની પ્રેરણા શ્રી અરવિંદે આપી હતી. મોહનલાલ પંડ્યા જેવા વીરોએ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પુસ્તિકાઓ દ્વારા ગુપ્ત રીતે ફેલાવી અને ૧૯૦૯માં અમદાવાદમાં લોર્ડ મિન્ટો પર બોમ્બ ફેંકી અંગ્રેજ સરકારને ચોંકાવી દીધી. વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્મા, માદામ કામા અને સરદારસિંહ રાણાએ આઝાદીનો પ્રચાર કર્યો. વડોદરાના પ્રજાપ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડે પણ અંગ્રેજોની મનમાની સામે ઝઝૂમીને રાષ્ટ્રવાદ અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરી ગુજરાતમાં રાજકીય જાગૃતિ આણી હતી.
ગુજરાતની પ્રજાએ સવેળા રાજકીય જાગૃતિનાં દર્શન કરાવ્યાં હતાં
હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો
કેન્દ્ર સરકાર દેશમાં પેટ્રોલના વધતા ભાવ અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે હવે મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય (MoRTH) એ 27 એપ્રિલના રોજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં પેટ્રોલમાં વધુ માત્રામાં ઈથેનોલ ભેળવવાના નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ લાગુ થશે, તો આગામી સમયમાં વાહનો સંપૂર્ણપણે ઈથેનોલથી પણ ચાલી શકશે. આ ડ્રાફ્ટ નોટિફિકેશનનો હેતુ ઉત્સર્જન સંબંધિત નિયમો, ફ્યુઅલ ક્લાસિફિકેશન અને હાઈ ઈથેનોલ બ્લેન્ડ સાથે જોડાયેલા ટેકનિકલ શબ્દોમાં ફેરફાર કરવાનો છે.
હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો
સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’
માનવતાને શર્મસાર કરતી વધુ એક ઘટના સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે. આલુપુરી લેવા ગયેલી એક 11 વર્ષની માસૂમ બાળકી સાથે દાદાની ઉંમરના 56 વર્ષીય આધેડે શારીરિક અડપલાં કર્યા હતા. જોકે, આજે જ્યારે પોલીસ આરોપીને તપાસ માટે ઘટના સ્થળે લાવી, ત્યારે સ્થાનિક મહિલાઓએ કાયદો હાથમાં લઈ નરાધમને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.
સુરત: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આધેડનો પોલીસની હાજરીમાં ‘ટપલીદાવ’
સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટ
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડાયેલા મામલાઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. કોર્ટે પૂછ્યું કે, ઉત્તર ભારતમાં રહેતી કોઈ બિન-શ્રદ્ધાળુ વ્યક્તિ આખરે કયા આધારે સબરીમાલા મંદિરમાં પ્રવેશનો અધિકાર માંગી શકે. સુનાવણી દરમિયાન જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું કે, ભારતની સભ્યતા અને ધાર્મિક ઇતિહાસને નજર અંદાજ કરવો શક્ય નથી. બંધારણની કલમ-25 અને 26 પણ આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી જ વિકસિત થઈ છે. કોર્ટના જણાવ્યા અનુસાર વર્તમાનને સમજવા માટે ભૂતકાળની અવગણના કરી શકાય નહીં.
સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટ
વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું
વાપી GIDC ચાર રસ્તા ઓવરબ્રિજ પર ટેમ્પો અને કન્ટેઇનર વચ્ચે અકસ્માતની ઘટના બાદ કન્ટેઇનરમાં આગ લાગી હતી. કન્ટેઇનરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હોવાનુ જણાય છે. જેમાં ઓવરબ્રિજ પર કેમિકલ ભરેલું કન્ટેઇનર લટકી પડતાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઈને પોલીસે સાવચેતીના ભાગરૂપે મુંબઈ-સુરત ટ્રેક ઉપર વાહન વ્યવહાર બંધ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, વલસાડના વાપીમાં નેશનલ હાઈવે 48 પર અકસ્માત બાદ કન્ટેઇનરમાં આગ ભભૂકી હતી અને કન્ટેઇનર બ્રિજ નીચે લટકી ગયું હતું. અકસ્માતને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું
લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ
અમદાવાદના એક ઇવેન્ટ ઑર્ગેનાઇઝરને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારવાના ગંભીર આરોપ સાથે થયેલી અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટે કિર્તીદાન ગઢવી સહિત CID ક્રાઇમ સાયબર સેલના અધિકારીઓને નોટિસ ફટકારી છે. અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ ઑર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમનો દાવો છે કે વર્ષ 2025ની નવરાત્રિ ઇવેન્ટના આયોજન માટે જયેશ પરમાર અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી. જો કે હિસાબ-કિતાબ અને નાણાકીય લેવડદેવડમાં વિવાદ સર્જાયો હતો.
લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ
સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર
જામનગરમાં ટાટા કેમિકલ્સ કંપની દ્વારા સમુદ્રમાં ગંદુ પાણી ઠાલવવા સામે સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે કંપનીએ વર્ષ 2001થી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં છેલ્લા 26 વર્ષથી સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે કોર્ટે કંપની મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો. આ મામલે કોર્ટે ટકોર કરી હતી કે, 'ટાટા કેમિકલ્સ સમુદ્રમાં ગંદુ પાણી છોડી શકે નહીં. આવું પાણી કોઈના આંગણામાં કેવી રીતે છોડી શકાય? આમ, કંપનીએ કરેલી માંગણી કોઈ રીતે સ્વીકાર્ય નથી.' આ કેસને લઈને ગુજરાત હાઇકોર્ટે સરકારને સોંગદનામું તપાસવાનો આદેશ કર્યો છે.
સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર
ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો
સંયુક્ત આરબ અમીરાતે ક્રૂડ ઓઈલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECમાંથી બહાર નિકળવાનો નિર્ણય લઈને સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. UAE OPEC નિયમોથી હટીને પોતાની ક્રૂડ ઓઈલ ક્ષમતા વધારવા માંગે છે, તેથી તેણે પહેલી મેથી OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAEના આ નિર્ણયથી ભારતને ફાયદો થવાની શક્યતા છે. UAE અને સાઉદી વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે, જ્યારે તાજેતરમાં જ સાઉદી અને પાકિસ્તાને મજબૂત ભાગીદારી કરી છે. UAEના આ નિર્ણયના કારણે વૈશ્વિક માર્કેટમાં ઓઈલની સપ્લાય વધવાની શક્યતા છે.
ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો
પશ્ચિમ બંગાળમાં બપોરે 3 વાગ્યા સુધી 78.68 ટકા મતદાન.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સંબંધિત હિંસાના અહેવાલો વચ્ચે, મતદાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. 8 જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મતવિસ્તારોમાં લોકોએ મતદાન કરતાં લાંબી કતારો લાગી છે. જોકે, મતદાનની ગતિ પહેલા તબક્કાની તુલનામાં થોડી ધીમી દેખાય છે. ચૂંટણી પંચે બપોરે 3 વાગ્યા સુધી મતદાન ટકાવારીના આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 78.68% મતદાન થયું છે. આ સમયગાળા દરમિયાન, પૂર્વા બર્ધમાનમાં સૌથી વધુ મતદાન 83.11% નોંધાયું હતું, જ્યારે હુગલીમાં 80.77% મતદાન થયું હતું.
પશ્ચિમ બંગાળમાં બપોરે 3 વાગ્યા સુધી 78.68 ટકા મતદાન.
રાજકોટમાં ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરોએ રાજકોટમાં એક મોટી સફળતા મેળવી છે. CGST કચેરીના એક સુપરિન્ટેન્ડન્ટ અને તેમના વતી લાંચ લેતા એક ટેક્સ કન્સલ્ટન્ટને 20 લાખ રૂપિયાની માતબર રકમ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદી સામે GST ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે CGST કચેરીમાં એક અરજી થઈ હતી. આ કેસમાં મોટી કાર્યવાહી ન કરવા અને મામલો થાળે પાડવા માટે સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે 25 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
રાજકોટમાં ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન બુધવારે હિંસક ઘટનાઓ અને રાજકીય આક્ષેપ-પ્રતિક્ષેપ વચ્ચે ચાલી રહ્યું છે. નોઆપાડા, ફલતા અને બાલી જેવા વિસ્તારોમાં EVM ગરબડ અને ભાજપ-TMC કાર્યકરો વચ્ચેની અથડામણને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું છે. ઉત્તર 24 પરગણાના બારાનગરમાં બૂથ નંબર 72 પર પાંચ વખત EVM મશીન બદલવા છતાં મતદાન શરૂ ન થઈ શકતા મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ, નોઆપાડામાં ભાજપના નેતા અર્જુન સિંહે TMC પર બૂથની બહાર ડમી EVM રાખીને મતદારોને ભ્રમિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા
રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આપેલા નિવેદન પર આજે બુધવારે કોંગ્રેસે જોરદાર હુમલો કરી તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશનો આરોપ છે કે શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન(SCO)ની બેઠકમાં સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે રાજનાથ સિંહે PM નરેન્દ્ર મોદીના નિર્દેશ પર આ પ્રકારનું કથિત નિવેદન આપ્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ કર્યો કે પાકિસ્તાનને લઈને ભારતે નવો દૃષ્ટિકોણ અપનાવ્યો છે, જે PM નરેન્દ્ર મોદીની અમેરિકાને ખુશ કરવાની નીતિનો હિસ્સો છે અને ચીન સામે સંતુલિત આત્મસમર્પણનો ભાગ છે.
રાજનાથ સિંહ: આતંકવાદનો ધર્મ કે દેશ નથી હોતો
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
ગુજરાત રાજ્ય કેબિનેટ બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટને લઈને ચર્ચા થઈ છે. ગત વખતે દિલ્હીમાં યોજાયેલી જ આંતરરાષ્ટ્રીય BRICS દેશોની હાઇ-લેવલ બેઠક આ વખતે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ બેઠકનું મહત્વ એટલા માટે પણ વધે છે કારણ કે ગયા વખતે દિલ્હીમાં BRICSના પ્રતિનિધિઓ ભેગા થયા હતા, જ્યાં “યુથ સબ-ગ્રુપ” પર ખાસ ફોકસ સાથે ચર્ચા થઈ હતી.
દિલ્હી બાદ હવે ગાંધીનગરમાં યોજાશે BRICS બેઠક 2026
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન
શહેરના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં આજે ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ ધામા નાખ્યા છે. 1992માં થયેલી એક યુવતીની કથિત હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે JCB મશીનો વડે ખોદકામ શરૂ કર્યું છે. આશરે 35 વર્ષ પૂર્વે એક યુવતીની તેના પરિવારના જ સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને આરોપીના જ ઘરમાં આવેલા એક કૂવામાં દાટી દેવામાં આવી હતી. આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીના પરિવારના સભ્યોને મૃતક યુવતીના વારંવાર ડરામણા ભાસ થવા લાગ્યા.
35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખુલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન
વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત
નોઈડાના જાણીતા જીઆઈપી(GIP) મોલ સ્થિત વોટર પાર્કમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. અહીં પરિવાર સાથે મોજ-મસ્તી કરવા આવેલા 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટના મંગળવાર, 28 એપ્રિલના રોજ બની હતી. ગ્રેટર નોઈડાનો રહેવાસી આ યુવક જ્યારે વોટર પાર્કમાં ન્હાઈ રહ્યો હતો, ત્યારે અચાનક મોટી લહેર આવતા તેની તબિયત બગડી હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. મળતી માહિતી મુજબ, યુવક જ્યારે વોટર પાર્કના વેવ પુલમાં લહેરોનો આનંદ માણી રહ્યો હતો, ત્યારે અચાનક તેને અસ્વસ્થતા અનુભવાઈ હતી.
વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: 'મોટી લહેર'ના કારણે 21 વર્ષના યુવકનું મોત
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અંદામાન-નિકોબારમાં શરૂ થનારા 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હાલમાં જ ગ્રેટ નિકોબારના કેમ્પબેલ બેની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ છે. રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી કે વિકાસના નામે પેઢીઓ જૂના 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા અમૂલ્ય જંગલોનો નાશ કરવામાં આવશે, જે ખરેખર વિકાસ નહીં પણ વિનાશ નોતરનારી બાબત છે. આ પ્રોજેક્ટને તેમણે પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ વિરુદ્ધનો મોટો ગુનો ગણાવ્યો છે.
વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: રાહુલ ગાંધીના પ્રહાર
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન'
ગુજરાતમાં હવે પ્રવાસીઓની સુરક્ષા માત્ર કાયદો-વ્યવસ્થા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેમને મિત્રસભર વાતાવરણ પૂરું પાડવામાં આવશે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રવાસન સ્થળો પર સુરક્ષા અને સુવિધા વધારવા માટે અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રથમ તબક્કે ત્રણ મુખ્ય પર્યટન જિલ્લાઓ ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગને આવરી લેવામાં આવશે.
દ્વારકા, સોમનાથ અને ડાંગમાં ખુલશે 'ટુરિસ્ટ પોલીસ સ્ટેશન'
ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. કોર્ટના મતે ટ્રમ્પે 1977ના 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ'(IEEPA)નો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટેરિફ લગાવ્યા હતા. આ ચુકાદાને કારણે અમેરિકન તિજોરીમાં જમા થયેલા 166 બિલિયન ડૉલર હવે આયાતકારોને પરત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ આંચકા છતાં ટ્રમ્પે તુરંત જ 150 દિવસ માટે 10 ટકા ટેમ્પરરી ટેરિફ લાગુ કરી દીધો હતો, જેની અવધિ 24 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.
ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનરજી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, 'હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું.'
બંગાળમાં મતદાન વચ્ચે હાઈવૉલ્ટેજ ડ્રામા: ક્યાંક હિંસા તો ક્યાંક EVMમાં ગરબડ
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી વિભાગમાં 2,500થી વધુ હોદ્દા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 4 મુખ્ય સંવર્ગોમાં નિમણૂક કરાશે. ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યા, મલ્ટી-પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ના હોદ્દા માટે 420 જગ્યા, જુનિયર ક્લાર્ક-કમ-એકાઉન્ટ ક્લાર્કની 164 જગ્યા, લેબોરેટરી ટેકનિશિયન 61 જગ્યા પર ભરતી કરાશે. આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અનામત બેઠકોની વિશેષ જોગવાઈ કરાઈ છે.
સરકારી નોકરીની સુવર્ણ તક! ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં 2500થી વધુ હોદ્દા પર ભરતી જાહેર
રાજકોટમાં સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કર
રાજકોટના મોટી ટાંકી ચોક પાસે આજે સવારે પૂરપાટ ઝડપે જતી સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાનચાલકે બેદરકારીપૂર્વક ઝડપથી વળાંક લેતા વાન બસ સાથે અથડાઈને રસ્તા પર પલટી ગઈ હતી, જેમાં સવાર ૫ વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક બાળકીઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડી હતી. સીસીટીવી ફૂટેજમાં વાનચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાય છે. આ ઘટનાએ સ્કૂલ વાહનોની અનિયંત્રિત ગતિ અને સુરક્ષાના નિયમોના અમલીકરણ સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.
રાજકોટમાં સ્કૂલવાન અને સિટીબસ વચ્ચે ટક્કર
6 ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર આવાસમાં મધ્યરાત્રિએ હિંસક હુમલાની ઘટના બની છે. 'સુલતાન' નામના શખ્સની શોધમાં આવેલા હથિયારધારી ટોળકીએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર ચપ્પુ અને કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૯ વર્ષીય બોબીની આંગળીમાં ૬ ઈંચનું ચપ્પુ ફસાઈ ગયું હતું, જ્યારે તેના ભાઈ સહિત અન્ય યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. વેસુ પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે.
6 ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર
ભાજપના ધૂંરધરો પ્રચારથી દૂર રહ્યા, ધારાસભ્યોએ લાજ બચાવી
અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. પરષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓની સૂચક ગેરહાજરી વચ્ચે વર્તમાન ધારાસભ્યો અને મંત્રીઓએ પ્રચારની કમાન સંભાળી હતી. કેટલાક પૂર્વ નેતાઓ દ્વારા વિપક્ષને છૂપી મદદ કરવાના આક્ષેપો અને બગસરામાં 'આપ'ના વિજયે પક્ષમાં ચિંતા વધારી છે. ૨૦૨૪થી ચાલી રહેલા આ વિખવાદ અને નિષ્ક્રિય રહેલા નેતાઓ સામે આગામી સમયમાં હાઈકમાન્ડ દ્વારા કડક કાર્યવાહીની શક્યતા સેવાઈ રહી છે.
ભાજપના ધૂંરધરો પ્રચારથી દૂર રહ્યા, ધારાસભ્યોએ લાજ બચાવી
ચકચારી હત્યા કેસમાં સોનમને આ રીતે મળ્યા જામીન
અદાલતે સોનમ રઘુવંશીના કેસમાં તપાસ એજન્સીઓની ગંભીર ખામીઓ પર સવાલો ઉઠાવતા જામીન મંજૂર કર્યા છે. કોર્ટે નોંધ્યું કે ધરપકડના દસ્તાવેજોમાં અસ્તિત્વમાં ન હોય તેવી કાયદાકીય કલમો (BNS 403(1)) ટાંકવામાં આવી હતી અને આરોપીને ધરપકડના કારણો તેમજ વકીલની સુવિધા આપવામાં આવી નહોતી. આ મૂળભૂત કાનૂની પ્રક્રિયાના ભંગને કોર્ટે ગંભીર ભૂલ ગણાવી છે. જોકે, સોનમને કડક શરતો સાથે જામીન અપાયા છે, જેમાં અદાલતની મંજૂરી વિના શિલોંગ જિલ્લો ન છોડવા જેવી મર્યાદાઓનો સમાવેશ થાય છે.
ચકચારી હત્યા કેસમાં સોનમને આ રીતે મળ્યા જામીન
બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જૂની અદાવતને લઈ ફરિયાદી પર આઠ લોકોએ હુમલો કર્યો
અમદાવાદના બાપુનગરમાં જૂની અદાવતને લીધે આઠ જેટલા અસામાજિક તત્વોએ એક ઓફિસ પર લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. રાહુલ મરાઠી અને તેના સાથીદારો દ્વારા કરવામાં આવેલી આ હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફરિયાદી મલખાન સિંહ ચૌહાણ સામે પણ અગાઉ મારામારીના કેસ નોંધાયેલા છે. હાલમાં ફરિયાદી અને આરોપી બંને ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાપુનગર અને શહેરકોટડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જૂની અદાવતને લઈ ફરિયાદી પર આઠ લોકોએ હુમલો કર્યો
વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી
વેરાવળ-પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કાંટાની ટક્કર બાદ ૨૪ બેઠકો મેળવી સત્તા જાળવી રાખી છે, જ્યારે કોંગ્રેસે ૨૦ બેઠકો સાથે જોરદાર લડત આપી હતી. કુલ ૪૪ બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૧ ના પરિણામો ભાજપ માટે નિર્ણાયક સાબિત થયા હતા. ગત ચૂંટણીની સરખામણીએ કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે. વિજય બાદ ભાજપ દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ પરિણામો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષો માટે મહત્વના સંકેત માનવામાં આવે છે.
વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી
મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ.
મોરબી-માળિયા વિધાનસભા હેઠળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થતા રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના નિવાસસ્થાને વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. મોરબી મહાનગરપાલિકાની તમામ ૫૨ બેઠકો સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. મંત્રીએ આ જીતને કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ ગણાવી નવનિર્વાચિત સભ્યોને આગામી પાંચ વર્ષ ભ્રષ્ટાચારમુક્ત અને પ્રમાણિકતાથી લોકસેવા કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો અને સિરામિક એસોસિએશનના અગ્રણીઓએ હાજર રહી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ.
મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ.
મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોમાંથી ૧૭ બેઠકો જીતી ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને ૭ બેઠકો મળી છે. જોકે, પ્રમુખપદ માટે અનામત એકમાત્ર 'નેકનામ' એસટી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરીયા વિજેતા થતા ભાજપ માટે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. બહુમતી હોવા છતાં અનામત બેઠક ગુમાવવાને કારણે પ્રમુખ નક્કી કરવા બાબતે ભાજપ મૂંઝવણમાં છે. બીજી તરફ, વાંકાનેરની તિથવા બેઠક પર કોંગ્રેસે સૌથી વધુ મતોથી જીત મેળવી પોતાની પરંપરાગત બેઠકો જાળવી રાખી છે.
મોરબી જિલ્લા પંચાયતમાં બહુમતી છતાં ભાજપને પ્રમુખ પદ મળવા સામે પ્રશ્નાર્થ.
817 પાટણવાસીઓએ NOTA દબાવ્યું.
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ૮૧૭ મતદારોએ 'નોટા' (NOTA) પર પસંદગી ઉતારીને તમામ પક્ષો અને ઉમેદવારો પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરી ઇતિહાસ રચ્યો છે. ૧૧ વોર્ડના ૧૧૪ ઉમેદવારો સામે જનતાની આ નારાજગી પાછળ વિવાદાસ્પદ ઉમેદવારોની પસંદગી અને પાયાની સુવિધાઓ ઉકેલવામાં પક્ષોની નિષ્ફળતા મુખ્ય કારણો મનાય છે. નજીવા માર્જિનથી થતી હાર-જીતના ગણિતમાં આટલા મોટા પ્રમાણમાં નોટાનો ઉપયોગ રાજકીય પક્ષો માટે ચેતવણી સમાન છે, જે દર્શાવે છે કે મતદારો હવે પક્ષ કરતાં ઉમેદવારની છબી અને કામગીરીને વધુ મહત્વ આપે છે.
817 પાટણવાસીઓએ NOTA દબાવ્યું.
લોકરની ચાવીથી 12 લાખ લૂંટ્યા ને કેશ પેટી તોડી 38 લાખ કાઢ્યા.
સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલી SBI શાખામાં છ સશસ્ત્ર લૂંટારૂઓએ ફિલ્મી ઢબે અંદાજે ₹50 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને પ્રવેશ કરી કર્મચારીઓ અને ગ્રાહકોને પિસ્તોલની અણીએ બંધક બનાવ્યા હતા. બેંકમાંથી ₹12 લાખ અને CMS કેશવાનમાંથી ₹38 લાખની લૂંટ કરી તેઓ ત્રણ બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી છે, જ્યારે કેશવાનના ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
લોકરની ચાવીથી 12 લાખ લૂંટ્યા ને કેશ પેટી તોડી 38 લાખ કાઢ્યા.
પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન, PM મોદી પહોંચ્યા કાશી વિશ્વનાથ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન બુધવારે સવારે 7:00 વાગ્યે શરૂ થયું. આ બીજા તબક્કામાં, સાત જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 32,173,837 મતદારો મતદાન કરશે. તો બીજી તરફ પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે. પીએમ મોદી કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી. મહાદેવજીનો અભિષેક કર્યો. અહીં શંખનાદ તથા ઢોલ નગારા વગાડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.