પાટણના વેજાવાડાના બુટલેગરનું ગેરકાયદેસર દબાણ હટાવ્યું
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજાવાડા ગામમાં બુટલેગર દ્વારા ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરવા માટે રાખવામાં આવેલી કેબિન દૂર કરવામાં આવી છે. એક સગીર વયના યુવાન સાથે દારૂ વેચાણ કરતો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા, પી.આઈ. એ.જે.મહેરિયા અને હારીજ પોલીસ જવાનોની ટીમે જેસીબી મશીન વડે કેબિન હટાવી દીધી. આ બુટલેગર વિરુદ્ધ 9 પ્રોહિબિશન ગુના નોંધાયેલા છે.
પાટણના વેજાવાડાના બુટલેગરનું ગેરકાયદેસર દબાણ હટાવ્યું
કલોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના 2 શખશો દબોચ્યા
કલોલ તાલુકા પોલીસે બાઈક મારફતે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના બે આરોપીઓને ઝડપી પાડીને 5.060 કિલોગ્રામ ગાંજો સહિત કુલ રૂ. 4.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે નશાના કારોબારીઓ ચેકિંગથી બચવા ગામડાંના આંતરિક રસ્તાઓ અને ટૂ-વ્હીલરનો ઉપયોગ કરી રહ્યા હતા. કેસમાં બે મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર નશા નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
કલોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના 2 શખશો દબોચ્યા
ચંપત રાય અને અનિલ મિશ્રાએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાંથી રાજીનામા આપ્યા
અયોધ્યા રામ મંદિર માટે મળેલા દાનમાં કથિત ઉચાપતના આરોપો બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મોટી કાર્યવાહી જોવા મળી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કડક વલણ અને તપાસના દબાણને કારણે ટ્રસ્ટના બે અગ્રણી સભ્યો, Champat Rai અને Anil Mishra, એ પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે. આ ઘટનાક્રમ બાદ ઉત્તર પ્રદેશના રાજકારણ અને ધાર્મિક જગતમાં ભારે ચર્ચા જગાવી છે.
ચંપત રાય અને અનિલ મિશ્રાએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાંથી રાજીનામા આપ્યા
NRIની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ
વડોદરામાં NRI ચેતનાબેન અશ્વિનભાઈ પટેલની જમીનમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. બિલ્ડર ભુપેન્દ્રભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી મનીશ સુરેન્દ્રલાલ દીક્ષિતે ચેતનાબેનના પતિ અશ્વિનભાઈની સહીના ખોટા કાગળો બનાવી 1100 ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ રજિસ્ટર કરાવી લીધો. અશ્વિનભાઈ 2020 થી અમેરિકામાં હતા અને ત્યારબાદ 2023 માં પરત આવ્યા હતા. આરોપીએ અશ્વિનભાઈના નામની ખોટી સહીવાળી રિસિપ્ટ બનાવી, ચેક દ્વારા ચૂકવણી ન કરીને પણ દસ્તાવેજ કર્યો હતો.
NRIની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરનાર સામે ફરિયાદ
અમદાવાદના નહેરૂનગરમાં પ્રેમલગ્ન કરનાર વડોદરાની યુવતીનો આપઘાત
અમદાવાદના નહેરૂનગર એપાર્ટમેન્ટમાં રહેતી મૂળ વડોદરાની 19 વર્ષીય યુવતીએ બીજા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો. દીકરીના મોત બાદ ચોંકાવનારા ઘટસ્ફોટ થયા. માતાએ જણાવ્યું કે, દીકરી કહેતી હતી, 'મારે આવવું છે પણ સુરજ આવવા દેતા નથી.' યુવતીએ ઇન્ટર્નશીપ માટે અમદાવાદ આવી સુરજ પરમાર સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન પહેલા સુરજે ધમકી આપી હતી. પતિના સતત ત્રાસ અને મારઝૂડથી કંટાળીને યુવતીએ આ પગલું ભર્યું. પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નહેરૂનગરમાં પ્રેમલગ્ન કરનાર વડોદરાની યુવતીનો આપઘાત
પુણે મર્ડર કેસ: આરોપી સિયાના પિતાને આવ્યો હાર્ટ ઍટેક!
પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલને માનસિક તણાવ વચ્ચે હાર્ટ એટેક આવતાં હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા છે. હોસ્પિટલમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. દરમિયાન પોલીસ તપાસમાં કેસ અકસ્માત નહીં પરંતુ પૂર્વયોજિત હત્યા હોવાનું સામે આવ્યું છે. સિયા ગોયલ, ચેતન ચૌધરી બાદ હવે નીરજ ચૌધરીની પણ પૂછપરછ ચાલી રહી છે. તપાસમાં ઘટનાના દિવસે નીરજના મોબાઈલનો ઉપયોગ કરાયો હોવાની માહિતી સામે આવી છે.
પુણે મર્ડર કેસ: આરોપી સિયાના પિતાને આવ્યો હાર્ટ ઍટેક!
કન્નડ અભિનેત્રી કૃષિ થાપંડાના ઘરે મળ્યો મૃતદેહ
બેંગલુરુના આરઆર નગર વિસ્તારમાં કન્નડ એક્ટ્રેસ કૃષિ થાપંડાના ઘરેથી 45 વર્ષીય વૈશાખ ઉપાધ્યાયનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વૈશાખનો મૃતદેહ ફાંસીના ફંદે લટકતી હાલતમાં મળ્યો હતો. પારિવારિક વિવાદોથી કંટાળીને વૈશાખ કૃષિ થાપંડાના ઘરે રોકાતો હતો. ઘટના સમયે કૃષિ થાપંડા ઘરે હાજર નહોતી. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
કન્નડ અભિનેત્રી કૃષિ થાપંડાના ઘરે મળ્યો મૃતદેહ
ગાંધીનગર: S G હાઇવે પર નશામાં ધૂત નબીરાઓનો આતંક
ગાંધીનગરના S G હાઇવે પર સરગાસણ બ્રિજ નજીક નશામાં ધૂત કારચાલકે બેફામ ગાડી હંકારી ચાર વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી અને તે બળીને ખાખ થઈ ગઈ, જોકે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસે ગુનો નોંધી નશાખોર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગાંધીનગર: S G હાઇવે પર નશામાં ધૂત નબીરાઓનો આતંક
ગુજરાતમાં 5 વર્ષમાં ₹13,600 કરોડના ડ્રગ્સ જપ્ત!
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી ₹13,600 કરોડના ડ્રગ્સ ઝડપાયા છે, તેમ છતાં યુવાનોમાં નશાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પંજાબ, રાજસ્થાન અને દિલ્હીથી ચાલતા ડ્રગ્સના નેટવર્કમાં ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ રોકવામાં સફળતા મળી હોવા છતાં, સ્થાનિક સ્તરે ડ્રગ્સનું વેચાણ અને સેવન વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ડ્રગ્સ-દારૂના દુરુપયોગથી 711 લોકોએ આત્મહત્યા કરી છે અને 37 લોકોના ઓવરડોઝથી મૃત્યુ થયા છે. ડ્રગ્સ ફ્રી સ્ટેટ બનાવવા માટે રાજ્ય પોલીસ દ્વારા છ એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે, જે સ્થાનિક વેચાણ પર નિયંત્રણ મેળવશે.
ગુજરાતમાં 5 વર્ષમાં ₹13,600 કરોડના ડ્રગ્સ જપ્ત!
હોર્મુઝમાં ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી બ્રેક
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ વચ્ચે ઓમાન નજીક 'એવર લવલી' વેપારી જહાજ પર ડ્રોન હુમલો થતાં વૈશ્વિક ચિંતા વધી છે. હુમલા બાદ IMOએ પર્સિયન ગલ્ફમાંથી જહાજો બહાર કાઢવાનું ઓપરેશન સ્થગિત કર્યું છે. ઈરાને પોતાની મંજૂરી વગર જહાજોની અવરજવર સામે ચેતવણી આપી છે. વિશ્વના તેલ પરિવહન માટે મહત્વપૂર્ણ આ માર્ગમાં વધતા તણાવથી વૈશ્વિક અર્થતંત્ર પર અસરની આશંકા છે. અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો ચાલુ હોવા છતાં પ્રાદેશિક સંઘર્ષ સ્થિતિને વધુ જટિલ બનાવી રહ્યો છે.
હોર્મુઝમાં ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી બ્રેક
ગુજરાતમાં પકડાયેલી 4 બાંગ્લાદેશી યુવતીઓના શોકિંગ કિસ્સા
'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ ગુજરાત પોલીસે ઝડપાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોના કિસ્સાઓમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એજન્ટોના નેટવર્કની મદદથી યુવતીઓ વિઝા-પાસપોર્ટ વિના ભારત પ્રવેશી નકલી નામ અને ઓળખ સાથે ગુજરાત સહિત વિવિધ શહેરોમાં ડાન્સ બાર, મજૂરી અને ઇમિટેશન જ્વેલરીના કારખાનામાં કામ કરતી હતી. કેટલીકએ સ્થાનિકો સાથે લગ્ન પણ કર્યા, જ્યારે એક યુવતીએ કિન્નરોના ટોળા સાથે બોર્ડર પાર કરી હતી. પોલીસ તપાસમાં ગેરકાયદે નાણાં ટ્રાન્સફર નેટવર્ક અને ઘૂસણખોરીની સમગ્ર મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં પકડાયેલી 4 બાંગ્લાદેશી યુવતીઓના શોકિંગ કિસ્સા
રાજકોટ ડિમોલિશન: 12 લાખના મિનરલ વોટર અને 27 લાખના ભોજનનો ખર્ચ વિવાદ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં કરાયેલા મેગા ડિમોલિશન બાદ અધિકારીઓ હવે 27 લાખના ભોજન બિલના વિવાદમાં ઘેરાયા છે. આ બિલમાં સમોસા, કાજુકતરી જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. નવાઈની વાત એ છે કે, 12 લાખ રૂપિયાના મિનરલ વોટરના ખર્ચને આ બિલમાંથી છુપાવવામાં આવ્યો હતો. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન દ્વારા પાણીના આ તોતિંગ બિલના પુરાવા સાથે આ ગોઠવણનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર મામલો હાલ સ્ટેન્ડિંગ કમિટીમાં અટકાવવામાં આવ્યો છે.
રાજકોટ ડિમોલિશન: 12 લાખના મિનરલ વોટર અને 27 લાખના ભોજનનો ખર્ચ વિવાદ.
ચૈતર વસાવાને સજા પછી હવે શું?
ચૈતર વસાવાને વનકર્મીઓ પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા થતાં તેમના ધારાસભ્યપદ પર સંકટ ઊભું થયું છે. સ્ટે ન મળે તો સભ્યપદ રદ થઈ શકે છે, જ્યારે આમ આદમી પાર્ટી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારીમાં છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને મધ્ય ગુજરાતના રાજકારણમાં મોટું વળાંક ગણાવી રહ્યા છે. જો બેઠક ખાલી થશે તો પેટાચૂંટણી યોજાશે. આ સમગ્ર મામલો 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં આદિવાસી પટ્ટાના રાજકારણ પર લાંબા ગાળાની અસર કરી શકે છે.
ચૈતર વસાવાને સજા પછી હવે શું?
સિદ્ધપુરમાં અપહરણ થયેલી બે સગીરાઓને પોલીસે મુંબઈથી શોધી કાઢી
સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીદારોની મદદથી અપહરણ થયેલી એક સગીરા અને તેને અપહરણ કરનાર સગીરને મુંબઈથી શોધી કાઢ્યા હતા. આ દરમિયાન, થરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના સંબંધિત એક સગીરા અને એક યુવક પણ મળી આવતાં તેમને થરા પોલીસને સોંપ્યા હતા. સિદ્ધપુરથી ગુમ થયેલી સગીરાનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો અને સગીર આરોપીને બાળ સુધારણા ગૃહ મોકલી આપવામાં આવ્યો.
સિદ્ધપુરમાં અપહરણ થયેલી બે સગીરાઓને પોલીસે મુંબઈથી શોધી કાઢી
પત્રકારોને ધમકી અને ગાળાગાળી કરતાં સાંસદ સંજય પાટીલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ
ઉત્તર પૂર્વ મુંબઈના સાંસદ સંજય દીના પાટીલ શિવસેના (ઉદ્ધવ) છોડીને શિંદે જૂથમાં જોડાયા બાદ વિવાદમાં આવ્યા છે. વિરોધ કરનાર કાર્યકરોને બોમ્બ ફેંકવાની અને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેમણે આ મુદ્દે પ્રશ્ન પૂછનારા પત્રકારોને પણ અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપી હતી. ઘટનાને લઈને પત્રકાર સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને માફી સાથે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મામલો વિધાનસભામાં પણ ગૂંજ્યો છે.
પત્રકારોને ધમકી અને ગાળાગાળી કરતાં સાંસદ સંજય પાટીલ વિરુદ્ધ ઉગ્ર વિરોધ
બાયડમાં ભંગારના ગોડાઉનમાંથી પીકઅપ ડાલાની ચોરી
ગત તા.4 જૂન 2028ના રોજ ફરિયાદી પોતાના ભાભીના અવસાનના કારણે પરિવાર સાથે રાજસ્થાન ખાતે પોતાના વતનમાં ગયો હતો. તે સમયે તેઓ પોતાનું રૂ.5 લાખનું બોલેરો પીકઅપ ડાલુ ભંગારના ગોડાઉનમાં પાર્ક કરીને લોક મારીને ગયો હતો. ત્યારબાદ ગત તા.23 જૂનના રોજ જ્યારે તે વતનમાંથી પરત ફર્યા ત્યારે ગોડાઉનનો દરવાજો ખુલ્લો હતો અને અંદર પાર્ક કરેલુ ડાલુ ગાયબ હતુ. આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવા છતાં ડાલુ મળી ન આવતા આખરે બાયડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા ચોર તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ધરી છે.
બાયડમાં ભંગારના ગોડાઉનમાંથી પીકઅપ ડાલાની ચોરી
અરવલ્લીના બાયડના વાત્રક ગામની સીમમાંથી રૂ. 97,500ના મોટર-કેબલ વાયરની ચોરી
અરવલ્લીના બાયડ તાલુકાના વાત્રક ગામની સીમમાં અજાણ્યા તસ્કરોએ લક્ષ્મીનારાયણ પ્લાન્ટમાંથી ચાર ઇલેક્ટ્રિક મોટર અને 300 ફૂટ કેબલ વાયર સહિત રૂ.70 હજારનો મુદ્દામાલ ચોરી કર્યો હતો. તે જ રાત્રે નજીકના બે ખેડૂતોની મોટર, કેબલ વાયર અને ટોટો પાઈપની પણ ચોરી થતાં કુલ રૂ.97,500નું નુકસાન થયું છે. શોધખોળ છતાં કોઈ પત્તો ન મળતાં પ્લાન્ટ મેનેજરની ફરિયાદના આધારે બાયડ પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અરવલ્લીના બાયડના વાત્રક ગામની સીમમાંથી રૂ. 97,500ના મોટર-કેબલ વાયરની ચોરી
સુરેન્દ્રનગરના ખારાઘોઢામાં 500 એકર જમીન આપવા મુદ્દે વિવાદ યથાવત
દસાડાના ખારાઘોડામાં ખાનગી કંપનીને 5 હજાર એકર જમીન ભાડે આપવાના નિર્ણય સામે અગરીયાઓનો વિરોધ ઉગ્ર બન્યો છે. આ મુદ્દે પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોએ અલગ-અલગ કાર્યક્રમો યોજ્યા હતા. વર્તમાન ધારાસભ્યે અગરીયાઓ સાથે સંવાદ કરી પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી, જ્યારે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પ્રતીક ધરણા કરીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરીને અગરીયાઓના રોજગાર અને હિતોની સુરક્ષા કરવાની માંગ કરી છે.
સુરેન્દ્રનગરના ખારાઘોઢામાં 500 એકર જમીન આપવા મુદ્દે વિવાદ યથાવત
ધોળકામાં જુગાર પર પોલીસની રેડ
ધોળકા શહેરના ડમારવાડા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી મકાનના ઉપરના માળે ચાલી રહેલા જુગારનો પર્દાફાશ કર્યો હતો. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં મુખ્ય સંચાલક સહિત કુલ 11 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 18,200 રોકડ, 300 કોઈન, 4 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 29,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધોળકામાં જુગાર પર પોલીસની રેડ
આધાર-પુરાવા વગરની સિમેન્ટની 18 થેલી સાથે બે ઝબ્બે
સુરેન્દ્રનગર SOG P.I. બી.એચ.શીંગરખીયાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલ સ્ટાફના અમરકુમાર ગઢવી સહિતનાઓને સાયલા તાલુકાના હડાળા ગામના બોર્ડ પાસે આવેલ હોટલ નાગરાજમાં છળકપટથી મેળવેલ સીમેન્ટની થેલીઓનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં હોટલ માલીક સાયલા તાલુકાના ઢેઢુકીનો રામકુ જેઠુરભાઈ વેગડ અને યુપીનો અચ્છેલાલ રામલાલ સીમેન્ટની 18 થેલીઓ અને ટેન્કર સહિત રૂ. 10,04,800ની મત્તા સાથે ઝડપાયા હતા. બન્નેને સાયલા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
આધાર-પુરાવા વગરની સિમેન્ટની 18 થેલી સાથે બે ઝબ્બે
લોકલ ટ્રેનમાં હત્યા: આરોપીનો 30 જૂન સુધી પોલીસ રિમાન્ડ
મુંબઈના બોરીવલી GRP એ ટ્રેનમાં મુસાફર મયંક લોહારની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી રોશન સુરેશ સુવર્ણને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે 30 જૂન સુધી આરોપીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટના 22 જૂને અંધેરી-બોરીવલી લોકલ ટ્રેનમાં બની હતી. વાદવિવાદ બાદ આરોપીએ હુમલો કર્યો હતો, જેના પગલે મુસાફરનું શતાબ્દી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે CCTV, ટેકનિકલ પુરાવા અને ગુપ્ત માહિતીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. રિમાન્ડ દરમિયાન ચાકુ, ઘટનાનું ચોક્કસ કારણ, ગુનાહિત પૃષ્ઠભૂમિ અને મૃતક-આરોપી વચ્ચેના સંબંધોની તપાસ થશે. મૃત્યુ માટે વપરાયેલો ચાકુ હજુ મળ્યો નથી.
લોકલ ટ્રેનમાં હત્યા: આરોપીનો 30 જૂન સુધી પોલીસ રિમાન્ડ
દક્ષિણ ગુજરાતમાં ભૂમાફિયા બેફામ: ગૌચર જમીનમાંથી માટી ચોરી
દક્ષિણ ગુજરાતમાં તળાવો ઊંડા કરવાના નામે અબજોની માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એરથાણ ગામે, 90 વીઘાના તળાવની વચ્ચે આવેલી લગભગ 2 વીઘા સરકારી ગૌચર જમીન ભૂમાફિયાઓ દ્વારા ખોદી કાઢવામાં આવી છે. આ માફિયાઓએ ગૌચર જમીનમાંથી માટી ચોરી કરીને મૂંગા પશુઓના ચરિયાણને ગાયબ કરી દીધું છે. નિયમ કરતાં વધુ ઊંડું ખોદકામ કરીને મોતની ખાણ બનાવવામાં આવી છે, જે જાહેર રસ્તાઓની નજીક છે. આ બેદરકારીને કારણે ચોમાસામાં રસ્તો બેસી જવાની ભીતિ છે. સ્થાનિકોના વિરોધ છતાં તંત્ર મૂકપ્રેક્ષક બની રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ભૂમાફિયા બેફામ: ગૌચર જમીનમાંથી માટી ચોરી
જૂનાગઢમાં 56 વાહનચાલકોને સ્થળ પર 24 હજારનો દંડ ફટકાર્યો
જૂનાગઢમાં ટ્રાફીક શાખા દ્વારા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં બે દિવસમાં બસ, રીક્ષા, ઇકો સહિતના 25 વાહનોને ડિટેઇન કર્યા તેમજ 56 વાહનચાલકોને સ્થળ પર જ 24 હજારનો દંડ ફટકાર્યો હતો. ટ્રાફીક શાખાના પીએસઆઇ એસ.એન. જાડેજાએ જણાવ્યુ કે, રેન્જ આઇજીપી, એસપી અને ડીવાયએસપીની સુચનાથી ટ્રાફીક શાખા ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં ટ્રાફીકને અડચણરૂપ, કાગળો વગર દોડતા વાહનો સહિતની ચકાસણી કરીને બસ, રીક્ષા, ઇકો સહિતના 25 વાહનોને ડિટેઇન કર્યા છે. તેમજ 56 વાહનચાલકોને સ્થળ પર જ 24 હજારનો દંડ ફટકાર્યો છે.
જૂનાગઢમાં 56 વાહનચાલકોને સ્થળ પર 24 હજારનો દંડ ફટકાર્યો
કડીયાવાડમાં નશાનો કારોબાર: 94,100ના ગાંજા સાથે રીઢા ગુનેગારની ધરપકડ
જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા રીઢા ગુનેગાર વિજય ઉર્ફે ભૂરો પરસોતમ ચુડાસમાને રૂપિયા 94,100ના ગાંજા સાથે ઝડપી પાડ્યો. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી 1.862 કિલોગ્રામ ગાંજો, વજન કાંટો, 277 ઝીપ બેગ, રોકડ અને 50,000 રૂપિયાનો મોબાઇલ ફોન સહિત કુલ 1,45,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી વિજય ઉર્ફે ભૂરો લૂંટ, ચોરી, ખૂનની કોશિષ જેવા 13 ગુનાઓમાં સંડોવાયેલો છે અને લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ અંગે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
કડીયાવાડમાં નશાનો કારોબાર: 94,100ના ગાંજા સાથે રીઢા ગુનેગારની ધરપકડ
જૂનાગઢના કુંભારવાડામાં મામા-ફઈના ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ યુવકની હત્યા
જૂનાગઢના કુંભારવાડા વિસ્તારમાં ફઈના પરિવારજનો વચ્ચે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક યુવકનું મોત થયું હતું. અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ચાર આરોપીઓએ લોખંડના પાઈપથી હુમલો કરતાં ઇમ્તિયાઝભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ગણતરીની કલાકોમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જૂનાગઢના કુંભારવાડામાં મામા-ફઈના ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ યુવકની હત્યા
CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસેભેદ ઉકેલ્યો
પોરબંદરમાં દુકાનમાંથી રોકડ અને મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ મહિલા આરોપીની ધરપકડ કરી રૂ.28 હજારની રોકડ જપ્ત કરી છે. CCTV ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પૂછપરછ દરમિયાન મહિલાઓએ દુકાનદારોને વાતોમાં ઉલઝાવી તેમની નજર ચૂકવી રોકડ ચોરી કરવાની કબૂલાત આપી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ વિવિધ શહેરોના બજાર વિસ્તારોમાં આવી જ રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા.
CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસેભેદ ઉકેલ્યો
સુરેન્દ્રનગર LCB દ્વારા સિક્યુરિટી સુપરવાઈઝર લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગર ACBએ જેલચોક વિસ્તારમાં એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચ માંગનાર સિક્યુરિટી સુપરવાઇઝરને 2,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. 14,000ના માસિક પગારદાર સિક્યુરિટી ગાર્ડ પાસે નિયમિત હાજરી પૂરવા અને હેરાન ન કરવા માટે સુપરવાઇઝરે 2,000ની લાંચ માંગી હતી. ફરિયાદીની ફરિયાદ બાદ ACBએ છટકું ગોઠવી આરોપી વિનોદ પરમારને જય ભવાની જ્વેલર્સની સામે લાંચની રકમ સાથે દબોચી લીધો હતો. આ કાર્યવાહીમાં ACBના અધિકારીઓ જોડાયા હતા.
સુરેન્દ્રનગર LCB દ્વારા સિક્યુરિટી સુપરવાઈઝર લાંચ લેતા ઝડપાયો
સિયાની માતા: દીકરી દોષી તો ફાંસી આપો
પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં આરોપી સિયા ગોયલના માતા-પિતાએ પ્રથમવાર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે જો તેમની દીકરી દોષિત સાબિત થાય તો તેને કડકમાં કડક સજા, ફાંસી પણ આપવામાં આવે. તેમણે દાવો કર્યો કે સિયાએ લગ્નનો ક્યારેય વિરોધ કર્યો નહોતો અને અકસ્માતના દિવસે લોહગઢ જવાનો આગ્રહ કેતને જ કર્યો હતો. સિયા પર તેના મિત્ર ચેતન ચૌધરી સાથે મળીને 18 જૂને કેતનની હત્યા કરવાનો આરોપ છે.
સિયાની માતા: દીકરી દોષી તો ફાંસી આપો
રામ મંદિર દાન ચોરી કેસ: 8 સામે FIR, SIT તપાસ બાદ કાર્યવાહી
રામ મંદિરના ચઢાવામાં કથિત કૌભાંડના મામલે 8 લોકો સામે નામજોગ FIR દાખલ કરાઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને SITની ભલામણ બાદ આ FIR નોંધાઈ છે. મુખ્ય આરોપી લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય કેટલાકને કસ્ટડીમાં લેવાયા છે. આ FIR ચોરી, ઉચાપત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરા જેવી કલમો હેઠળ દાખલ કરાઈ છે. આરોપ સાબિત થવા પર આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
રામ મંદિર દાન ચોરી કેસ: 8 સામે FIR, SIT તપાસ બાદ કાર્યવાહી
ઈરાન યુદ્ધનો ખર્ચ જનતા પાસેથી વસૂલશે ટ્રમ્પ?
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધનો ખર્ચ અમેરિકાના ટેક્સપેયર્સ પાસેથી વસૂલવાની તૈયારીમાં છે. તેમણે અમેરિકન સંસદ (કોંગ્રેસ) પાસે 87.6 અબજ ડોલર (આશરે 8.3 લાખ કરોડ રૂપિયા)ના વધારાના ફંડની મંજૂરી માગી છે, જેનો મોટો હિસ્સો ઈરાન સામેના યુદ્ધ અને સૈન્ય ખર્ચ માટે વપરાશે. આ માગણી સામે સંસદમાં ભારે હોબાળો મચી ગયો છે. આ રકમમાંથી 67.15 અબજ ડોલર ડિફેન્સ ખર્ચ માટે છે, જ્યારે 21 અબજ ડોલર દારૂગોળો ખરીદવા અને સૈન્ય તાકાત વધારવા માટે વપરાશે.
ઈરાન યુદ્ધનો ખર્ચ જનતા પાસેથી વસૂલશે ટ્રમ્પ?
સુરત નાસીરનગર ડિમોલિશન પર હાઈકોર્ટ લાલઘૂમ
સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત ડિમોલિશન મામલે 26 પીડિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજદારોનો આરોપ છે કે કોઈ કાનૂની નોટિસ કે પ્રક્રિયા વિના 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા, પોલીસ અને ટોરેન્ટ પાવરની ભૂમિકાને લઈને કડક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું કે જો પાલિકાએ કાર્યવાહી નહોતી કરી તો તેના અધિકારીઓ સ્થળ પર કેમ હાજર હતા. SOGના DCPને પણ આગામી સુનાવણીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે કેસની વધુ સુનાવણી હવે સોમવારે થશે.