પાકિસ્તાનનો દાવો: 10 દિવસમાં US-ઈરાન ફરી મળી શકે છે.
પાકિસ્તાન ઇચ્છે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર ચાલુ રહે. ઈસ્લામાબાદ વાટાઘાટોમાં US અને ઈરાનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સંરક્ષણ દળોના વડાએ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી. પાકિસ્તાન યુદ્ધવિરામ કરાવવા માટે બંને પક્ષોનો આભાર માને છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે 10 દિવસમાં ફરી વાટાઘાટો થઈ શકે છે, જ્યારે ઈરાને વાતચીતનો ઈનકાર કર્યો છે.
પાકિસ્તાનનો દાવો: 10 દિવસમાં US-ઈરાન ફરી મળી શકે છે.
ઈઝરાયલ પાકિસ્તાનમાં તબાહી મચાવશે?
ઇઝરાયલે ભારત સામે એક એવો ગુપ્ત દસ્તાવેજ રજૂ કર્યો છે, જેનાથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઇઝરાયલના વિદેશ મંત્રી ગિદોન સાર દ્વારા સોંપવામાં આવેલી આ ખાનગી માહિતીમાં દાવો કરાયો છે કે, ગાઝામાં લડતું હમાસ વાસ્તવમાં પાકિસ્તાનના હાફિઝ સઈદના સંગઠન લશ્કર-એ-તોઇબા પાસેથી ટ્રેનિંગ અને ફંડિંગ મેળવી રહ્યું છે. ઇઝરાયલના દાવા મુજબ, જેને દુનિયા માત્ર ગાઝાના લડવૈયા સમજી રહી છે, તેના તાર સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા છે. ઇઝરાયલી વિદેશ મંત્રીએ ભારતીય નેતાઓ સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું કે, હમાસ અને લશ્કર-એ-તૈયબા એક જ સિક્કાની બીજી બાજુ છે.
ઈઝરાયલ પાકિસ્તાનમાં તબાહી મચાવશે?
શાહબાઝ શરીફે વિમાનથી ઉતર્યા વિના હવામાં જ સલામી આપી, જુઓ VIRAL Video.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની કતાર મુલાકાત ચર્ચામાં છે, પરંતુ કોઈ રાજદ્વારી સિદ્ધિથી નહીં, પણ એક VIRAL વીડિયોથી. જેમાં તેઓ વિમાનની અંદરથી સલામી આપતા દેખાય છે. કતારના હવાઈ ક્ષેત્રમાં એસ્કોર્ટ દરમિયાન શરીફે પાયલટ્સને સલામી આપી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો, લોકોએ જમીન પર ઉતરવાની ધીરજ ન રાખી હોવાની મજાક ઉડાવી. જો કે આવા હાવભાવ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સામાન્ય છે. તેમની મુલાકાત આર્થિક રોકાણ અને સંબંધો મજબૂત કરવા માટે છે.
શાહબાઝ શરીફે વિમાનથી ઉતર્યા વિના હવામાં જ સલામી આપી, જુઓ VIRAL Video.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઈપલાઈનમાં ભીષણ વિસ્ફોટ થતા આઠ લોકોના મોત થયા.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના હરિપુર જિલ્લામાં ગેસ પાઈપલાઈનમાં ભયાનક વિસ્ફોટ થયો, જેમાં આઠ લોકો મૃત્યુ પામ્યા. 'ગ્રાન્ડ ટ્રંક રોડ' નજીક એક કારખાના પાસે બનેલી ઘટનામાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી, નજીકના મકાનને નુકસાન થયું. રેસ્ક્યુ 1122 એ આઠ લોકોના મોતની પુષ્ટિ કરી, જ્યારે અન્ય ગંભીર રીતે દાઝી ગયા. દમ ઘૂંટાવાથી મોટાભાગના લોકોના મોત થયાનું અનુમાન છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઈપલાઈનમાં ભીષણ વિસ્ફોટ થતા આઠ લોકોના મોત થયા.
અમેરિકાએ ઈરાની બંદરોની નાકેબંધી કરી, 10,000થી વધુ સૈનિકો તૈનાત.
અમેરિકાએ ઈરાની બંદરોની નાકેબંધીનો પ્લાન બનાવ્યો છે. જનરલ ડેન કેને સૈન્ય ગતિવિધિઓની માહિતી આપી. 10,000થી વધુ સૈનિકો નાકેબંધીમાં છે. US સેના જહાજોને ચેતવણી આપી રહી છે, કાર્યવાહી કરી શકે છે. 13 જહાજોએ રસ્તો બદલ્યો. નાકેબંધી તોડનાર જહાજ પર કબજો પણ કરી શકાય છે. US નૌસૈનિક શક્તિનો ઓછો હિસ્સો વપરાય છે. US સેના ઈરાનની દરિયાઈ પહોંચને મર્યાદિત કરવા માંગે છે.
અમેરિકાએ ઈરાની બંદરોની નાકેબંધી કરી, 10,000થી વધુ સૈનિકો તૈનાત.
રશિયાએ 11 દેશોની "Hitlist" જાહેર કરી.
Russia-Ukraine War ના 4 વર્ષ પછી, પુતિને બ્રિટન, જર્મની, પોલેન્ડ સહિત 11 દેશોને સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. રશિયાની હિટલિસ્ટમાં સામેલ મુખ્ય દેશોમાં બ્રિટનનું લંડન, લીસેસ્ટર, રીડિંગ અને સફોલ્ક જેવા શહેરોમાં આવેલા ડ્રોન સેન્ટર્સ છે. આ ઉપરાંત યુરોપિયન દેશોમાં જર્મની, પોલેન્ડ, સ્પેન, ઇટાલી, નેધરલેન્ડ, ડેનમાર્ક, લાતવિયા, લિથુઆનિયા અને ચેક રિપબ્લિકનો પણ સમાવેશ થાય છે. જ્યારે મુસ્લિમ દેશ તુર્કિયેમાં પણ રશિયાનો દાવો છે કે અહીં યુક્રેન માટે ડ્રોનના સ્પેરપાર્ટ્સ બને છે.
રશિયાએ 11 દેશોની "Hitlist" જાહેર કરી.
ઇઝરાયેલી સેનાએ લેબનોનની શાળામાંથી હથિયારો કબજે કર્યા.
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે સીઝફાયર જાહેર થયું છે. સીઝફાયર પહેલાં, IDFને લેબનાનના બિંત જબેલમાં શાળામાંથી હથિયારો મળ્યા, જેમાં કલાશ્નિકોવ રાઈફલ્સ અને ગ્રેનેડનો સમાવેશ થાય છે. IDFએ હિઝબુલ્લાહના 70 આતંકવાદી ઠેકાણાઓ પણ નષ્ટ કર્યા. નેતન્યાહુએ બિંત જબેલને હિઝબુલ્લાહનો ગઢ ગણાવ્યો. ટ્રમ્પે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસના સીઝફાયરની જાહેરાત કરી.
ઇઝરાયેલી સેનાએ લેબનોનની શાળામાંથી હથિયારો કબજે કર્યા.
ટ્રમ્પે PM મોદીને કહ્યું, "અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ"
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં મિત્ર ગણાવ્યા અને કહ્યું, "અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ". બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, પશ્ચિમ એશિયાની સ્થિતિ અને હોર્મુઝ જળમાર્ગને ખુલ્લો રાખવા પર ચર્ચા કરી. ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી અને શાંતિ વાટાઘાટોના પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું.
ટ્રમ્પે PM મોદીને કહ્યું, "અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ"
અમેરિકાની હોર્મુઝ નાકાબંધીથી ભારત-ચીન મુશ્કેલીમાં.
USAએ ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ જતા હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરી. ટ્રમ્પે ઈરાનના બંદરો પરથી આવતા જહાજોને રોકવાની ધમકી આપતા ચીન અને ભારત પર દબાણ વધ્યું. ટ્રમ્પ અને જિનપિંગની આગામી બેઠક અસ્થિર બની શકે છે. ઈરાને યુદ્ધ વિરામ માટે USAની શરતો ન માનતા હોર્મુઝની ખાડીની નાકાબંધી જાહેર કરાઈ.
અમેરિકાની હોર્મુઝ નાકાબંધીથી ભારત-ચીન મુશ્કેલીમાં.
ઈરાન યુરેનિયમ સોંપવા તૈયાર, ડીલ થશે તો હું ઈસ્લામાબાદ જઈશ: ટ્રમ્પની જાહેરાત.
Donald Trump એ મિડિલ ઈસ્ટ સંઘર્ષ સમાપ્ત કરવા દાવો કર્યો: ઈરાન યુરેનિયમ જથ્થો અમેરિકાને સોંપશે. છેલ્લા છ અઠવાડિયાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને કાયમી ધોરણે રોકવામાં મદદરૂપ થઈ શકે છે. જો ઈરાન સાથેની આગામી રાઉન્ડની વાતચીત સફળ રહેશે, તો તેઓ પોતે ઈસ્લામાબાદ જઈ શકે છે.
ઈરાન યુરેનિયમ સોંપવા તૈયાર, ડીલ થશે તો હું ઈસ્લામાબાદ જઈશ: ટ્રમ્પની જાહેરાત.
અમેરિકા-ઈરાન યુદ્ધથી ભારતને નુકસાન, અર્થતંત્રમાં ચોથાથી છઠ્ઠા સ્થાને ધકેલાયું.
અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે ભારતીય અર્થતંત્ર પર ખરાબ અસર થઈ છે, જેના લીધે ભારતનું અર્થતંત્ર ચોથા નંબરથી ગગડીને છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. જાપાન અને બ્રિટન અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને આવ્યા છે. યુદ્ધ ચાલુ રહેશે તો ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર 2026માં 6.5 ટકા રહેવાની સંભાવના ઘટી શકે છે.
અમેરિકા-ઈરાન યુદ્ધથી ભારતને નુકસાન, અર્થતંત્રમાં ચોથાથી છઠ્ઠા સ્થાને ધકેલાયું.
ચીન અને અમેરિકા વચ્ચે Cold War ની શરૂઆત થઈ ગઈ.
હોર્મુઝની ખાડી મુદ્દે અમેરિકાની આડોડાઈ સામે ચીનની એન્ટ્રી અને જહાજ રોકવા મુદ્દે ડ્રેગનની અંકલ સેમને આકરા જવાબની ધમકી. અમેરિકાએ નાકાબંધી કરી છે જેના કારણે ચીનના જહાજો અટવાઈ જાય તેમ લાગે છે. જો ખરેખર તેવી સ્થિતિ સર્જાશે તો ચીન આ યુદ્ધમાં ઉતરી શકે તેમ છે. હાલમાં તો ચીને યુદ્ધની તૈયારી કરી હોય તેમ દેખાતું નથી. ઈરાન દ્વારા જે ક્રૂડની નિકાસ કરવામાં આવે છે તેમાંથી 90 ટકા જથ્થો ચીન દ્વારા ખરીદવામાં આવે છે. ઈરાનને ચીન સાથેના આ વેપાર દ્વારા અંદાજે 31.2 અબજ ડોલરની આવક થાય છે.
ચીન અને અમેરિકા વચ્ચે Cold War ની શરૂઆત થઈ ગઈ.
ઇઝરાયલ-લેબેનૉન વચ્ચે હિઝબુલ્લાહ સિવાયના વિવાદો.
ઇઝરાયલ અને લેબેનૉન વચ્ચે સંઘર્ષનાં મૂળિયાં ઇઝરાયલના નિર્માણથી છે. 33 વર્ષ પછી અમેરિકામાં શાંતિમંત્રણા ચાલી રહી છે, પરંતુ ઇઝરાયલના હુમલાથી વાટાઘાટો તૂટી શકે છે. ૧૭મી-૧૮મી સદીમાં ઓટોમન સામ્રાજ્ય નબળું પડતાં બ્રિટન-ફ્રાન્સનું આધિપત્ય વધ્યું, જે આ સંઘર્ષનું કારણ બન્યું. વેપાર અને આધિપત્ય માટે બ્રિટન-ફ્રાન્સ વચ્ચે હોડ જામી હતી.
ઇઝરાયલ-લેબેનૉન વચ્ચે હિઝબુલ્લાહ સિવાયના વિવાદો.
રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો: ૧૬નાં મોત, ૧૦૦ ઘાયલ.
રશિયાએ યુક્રેન પર ૭૦૦થી વધુ ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો, જેમાં ૧૬ લોકોનાં મોત અને ૧૦૦થી વધુ ઘાયલ થયા. હુમલામાં એપાર્ટમેન્ટ, મકાનો, હોટેલ, ઓફિસ સેન્ટર, ગેસ સ્ટેશન અને શોપિંગ મોલને નુકસાન થયું. યુએન અનુસાર, ચાર વર્ષમાં યુક્રેનનાં ૧૫,૦૦૦ નાગરિકોનાં મોત થયા છે. Russiaના હુમલાથી યુક્રેનમાં મોટા પાયે વિનાશ થયો છે.
રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો: ૧૬નાં મોત, ૧૦૦ ઘાયલ.
ઈરાન સમાધાન નહીં કરે તો યુદ્ધ માટે તૈયાર: અમેરિકાની ધમકી.
અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે કે જો તે સમાધાન નહીં કરે તો યુદ્ધ માટે તૈયાર છે. હવે નિર્ણય ઈરાને કરવાનો છે. ઈરાન પોતાના દેશ માટે એક સમૃદ્ધ અને મનોહર ભવિષ્ય પસંદ કરી શકે છે. મંત્રણાની તારીખોને લઈને હજી અનિશ્ચિતતા છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે અમે શસ્ત્રોના ઉત્પાદનમાં દસ ગણી તેજી લાવી દીધી છે. આ પરિસ્થિતિમાં આગળ શું થશે તે જોવાનું રહેશે.
ઈરાન સમાધાન નહીં કરે તો યુદ્ધ માટે તૈયાર: અમેરિકાની ધમકી.
ઈરાન સરકાર વિરોધ કરનારી મહિલાને ફાંસી આપશે.
ઈરાન જાન્યુઆરીમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારાઓ સામે કડકાઈથી કામ લેશે. ઘણા યુવાનોને ફાંસી આપવામાં આવી છે. બીતા હેમ્મતી નામની મહિલા પર વિસ્ફોટક પદાર્થો રાખવાનો અને સુરક્ષાદળો પર હુમલો કરવાનો આરોપ છે. મહિલાના પતિને પણ કોર્ટે ફાંસીની સજા આપી છે. હવે આ મહિલાને પણ ફાંસી આપવામાં આવશે.
ઈરાન સરકાર વિરોધ કરનારી મહિલાને ફાંસી આપશે.
જ્યારે મૌન બોલે છે: યુદ્ધ અને સેન્સરશિપ વચ્ચે પીસાતું ઈરાની સિનેમા એટલે ઈરાની ફિલ્મોની સંઘર્ષમય કથા.
ઈરાની સિનેમા ક્રાંતિ, યુદ્ધ અને સેન્સરશિપથી ઘેરાયેલું છે, છતાં તે સત્ય અને સંવેદનાઓ રજૂ કરે છે. યુદ્ધને હોલીવુડની જેમ નહીં, પણ આંતરિક યાત્રા તરીકે દર્શાવે છે. કડક નિયંત્રણો હોવા છતાં સર્જકોએ મિનિમલિસ્ટ અને રૂપકાત્મક શૈલી વિકસાવી છે. અબ્બાસ કિયારોસ્તામી અને માજિદ મજિદી જેવા દિગ્ગજોએ સામાન્ય વાર્તાઓને પણ ઊંડી બનાવી છે. આજે પણ ફિલ્મ નિર્માણ એક લડાઈ સમાન છે, છતાં Iranian સિનેમા અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે.
જ્યારે મૌન બોલે છે: યુદ્ધ અને સેન્સરશિપ વચ્ચે પીસાતું ઈરાની સિનેમા એટલે ઈરાની ફિલ્મોની સંઘર્ષમય કથા.
યુદ્ધનો અંત નજીક? હોર્મુઝ સંકટ પર ઈરાનનો અમેરિકાને મોટો પ્રસ્તાવ
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ હજુ પણ વાતચીતનો દોર ચાલી રહ્યો છે. રિપોર્ટ મુજબ ઈરાને અમેરિકા સમક્ષ મોટો પ્રસ્તાવ મૂક્યો છે. અંદાજ મુજબ જો પ્રસ્તાવ મંજૂર થઈ જશે તો હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ ખુલવાનો, યુદ્ધ ધીમે ધીમે ખતમ થવાનો, હોર્મુઝમાંથી જહાજોનું નિશ્ચિત આવાગમન થવાનો અને ક્રૂડ ઓઈલ-ગેસની કિંમતો ઝડપથી નીચે જઈ શકે છે. વાસ્તવમાં રૉયટર્સના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ઈરાને અમેરિકા સાથે વાતચીત કરીને રજૂ કરેલા પ્રસ્તાવ મુજબ, ઈરાન ઓમાનના હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા જહાજોને સ્વતંત્ર રીતે પસાર થવા દેશે, તે જહાજો પર કોઈપણ હુમલો કરવામાં આવશે નહીં.
યુદ્ધનો અંત નજીક? હોર્મુઝ સંકટ પર ઈરાનનો અમેરિકાને મોટો પ્રસ્તાવ
ઈરાન યુદ્ધ બાદ અમેરિકાના રાજકારણમાં ભૂકંપ! સંરક્ષણ મંત્રી વિરુદ્ધ મહાભિયોગની તલવાર
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે અમેરિકન સૈનિકોના જીવ જોખમમાં નાખ્યા હોવાનો અને ઈરાનમાં 170 બાળકીઓના મોત પાછળ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ટ્રમ્પ વહિવટીતંત્રએ અમેરિકન સંસદમાં હેગસેથ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ રજુ કર્યો છે, જેના કારણે દેશના રાજકારણમાં મોટો હડકંપ મચી ગયો છે. ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય યાસામિન અંસારીની આગેવાની હેઠળ હાઉસ ડેમોક્રેટ્સે હેગસેથ વિરુદ્ધ સંસદમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ઈરાન યુદ્ધ બાદ અમેરિકાના રાજકારણમાં ભૂકંપ! સંરક્ષણ મંત્રી વિરુદ્ધ મહાભિયોગની તલવાર
ઈટાલીના વિપક્ષે ટ્રમ્પની ધજ્જિયાં ઉડાવી, મેલોની વિશે ટિપ્પણી પર કહ્યું - અપમાન સાંખી નહીં લેવાય.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અત્યારે અમેરિકા અને ઇટાલી વચ્ચેના સંબંધોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની કરવામાં આવેલી ટીકા બાદ ઇટાલીનું રાજકારણ એકાએક ગરમાયું છે. ઇટાલીની સેન્ટર લેફ્ટ ડેમોક્રેટિક પાર્ટીના નેતા એલી શ્લેને સંસદમાં ગર્જના કરતા કહ્યું કે, "કોઈપણ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ મારા દેશ અને મારી સરકારનું અપમાન કરી શકે નહીં. સાંભળી લે ટ્રમ્પ, ભલે અમે રાજકીય પ્રતિસ્પર્ધી હોઈએ, પરંતુ અમે ઇટાલિયન લોકો અમારા દેશ પર થતા હુમલા સહન નહીં કરીએ, ખાસ કરીને તારા તરફથી."
ઈટાલીના વિપક્ષે ટ્રમ્પની ધજ્જિયાં ઉડાવી, મેલોની વિશે ટિપ્પણી પર કહ્યું - અપમાન સાંખી નહીં લેવાય.
ભારતના શત્રુ અને હાફિઝ સઈદના 'રાઈટ હેન્ડ' ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરે ગોળી મારી.
પાકિસ્તાનમાં ફરી એકવાર 'અજ્ઞાત બંદૂકધારી' સક્રિય થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય અને હાફિઝ સઈદના અત્યંત નજીકના ગણાતા આતંકી અમીર હમઝા પર જીવલેણ હુમલો થયો છે. લાહોરના એક ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર અજ્ઞાત હુમલાખોરોએ અમીર હમઝાને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. ગોળીબારની આ ઘટનામાં અમીર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ભારતના શત્રુ અને હાફિઝ સઈદના 'રાઈટ હેન્ડ' ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરે ગોળી મારી.
અમેરિકાના પ્રતિબંધો વચ્ચે રશિયાની મોટી જાહેરાત, અમે ભારતને અનલિમિટેડ તેલ આપવા તૈયાર છીએ.
વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકાની પ્રતિબંધોની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બની રહી છે. ભારતમાં રશિયાના રાજદૂત અલિપોવે જણાવ્યું કે રશિયા ભારતની જરૂરિયાત મુજબ કાચું તેલ અને LPG સપ્લાય કરવા તૈયાર છે. તેમણે અમેરિકા અને યુરોપને 'અવિશ્વસનીય ભાગીદાર' ગણાવ્યા અને આક્ષેપ કર્યો કે પ્રતિબંધોની ધમકીઓ આપીને અમેરિકા ભારત-રશિયાના સંબંધોમાં નુકસાનકારક ભૂમિકા ભજવી રહ્યું છે. રશિયા ભારતની ઉર્જા તેમજ સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા કટિબદ્ધ છે.
અમેરિકાના પ્રતિબંધો વચ્ચે રશિયાની મોટી જાહેરાત, અમે ભારતને અનલિમિટેડ તેલ આપવા તૈયાર છીએ.
દુબઈની આલીશાન હોટલ 18 મહિના માટે બંધ!
દુબઈની 7-સ્ટાર હોટલ Burj Al Arab પર્યટનમાં ઘટાડાને કારણે 18 મહિના માટે બંધ રહેશે; 1999 પછીનું આ પ્રથમ રિનોવેશન છે. રિનોવેશન દરમિયાન હોટલને વધુ આધુનિક, લક્ઝરી અને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે, જેનું નેતૃત્વ પેરિસના આર્કિટેક્ટ ટ્રિસ્ટન કરશે. હોટલ બુકિંગ કરનારા મહેમાનોને નજીકની હોટલમાં શિફ્ટ કરાશે.
દુબઈની આલીશાન હોટલ 18 મહિના માટે બંધ!
ઈરાનની અમેરિકાને નવી ઓફરથી વિશ્વનું ટેન્શન ઘટશે?
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધને પગલે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં અવરોધ દૂર થવાની આશા છે. ઈરાને ઓમાન તરફના સમુદ્રી માર્ગે જહાજોને હુમલાના જોખમ વિના પસાર થવા દેવા માટે અમેરિકા સાથે મંત્રણામાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો અમેરિકા માંગણીઓ સ્વીકારે તો ઈરાન ઓમાનના જળક્ષેત્રમાંથી જહાજોને જવા દેશે.
ઈરાનની અમેરિકાને નવી ઓફરથી વિશ્વનું ટેન્શન ઘટશે?
વેટિકન-ઈસ્લામ ઐતિહાસિક ગઠબંધન; પોપ લિયોએ શાંતિને બંને ધર્મની જવાબદારી ગણાવી.
પોપ લિયો XIV એ અલ્જિયર્સની ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લીધી, જ્યાં તેમણે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકો વચ્ચે શાંતિ વધારવા હાકલ કરી. તેમણે 'ગોલ્ડન બુક' પર હસ્તાક્ષર કર્યા અને વેટિકન-ઈસ્લામ ગઠબંધનનો પાયો નાખ્યો. પોપે કાસિમનો આભાર માન્યો અને દરેક મનુષ્યની ગરિમાને ઓળખવી જરૂરી છે તેમ જણાવ્યું. Truth શોધવી અને Peace સ્થાપિત કરવી એ સૌની જવાબદારી છે.
વેટિકન-ઈસ્લામ ઐતિહાસિક ગઠબંધન; પોપ લિયોએ શાંતિને બંને ધર્મની જવાબદારી ગણાવી.
પાકિસ્તાન જ મધ્યસ્થી અને સીઝફાયર લંબાવવા અંગે અમેરિકાનું નિવેદન.
અમેરિકાએ રશિયા-ઈરાન પાસેથી સસ્તું OIL ખરીદવાની છૂટ સમાપ્ત કરી, ભારતને મોટો ઝટકો.
રશિયા-ઈરાનથી OILની આયાત બંધ થતા ભારતની નિર્ભરતા વધશે, જે મોંઘું પડી શકે છે. પુરવઠો ઘટવાથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉછાળો આવી શકે છે. અમેરિકાએ રશિયન OILની ખરીદી પર આપેલી છૂટછાટની સમયમર્યાદા 11 એપ્રિલે પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રતિબંધોની છૂટછાટ લંબાવાશે નહીં.
અમેરિકાએ રશિયા-ઈરાન પાસેથી સસ્તું OIL ખરીદવાની છૂટ સમાપ્ત કરી, ભારતને મોટો ઝટકો.
યુદ્ધથી 3 ટ્રિલિયન ડોલરના PRIVATE CREDIT MARKET પર સંકટનું જોખમ.
ઈરાન-અમેરિકા યુદ્ધ ચાલુ રહે તો 2008 જેવી મંદી અને આર્થિક સંકટ આવી શકે છે. PRIVATE CREDIT MARKET એક અપારદર્શક દુનિયા છે, જ્યાં નિયમો નથી. 2020 માં આ MARKET 2 ટ્રિલિયન ડોલરનું હતું, જે વધીને 3 ટ્રિલિયન ડોલર થયું. રોકાણકારોનો વિશ્વાસ ઉઠી જશે તો પૈસા પાછા ખેંચવાનું શરૂ થશે, જેની શરૂઆત થઈ ગઈ છે.
યુદ્ધથી 3 ટ્રિલિયન ડોલરના PRIVATE CREDIT MARKET પર સંકટનું જોખમ.
ઈરાન તણાવથી IPO બજાર સ્થગિત: રૂ. 3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા.
ભારતનું IPO બજાર હાલમાં સ્થિર છે. આ વર્ષે માત્ર 19 કંપનીઓએ પ્રવેશ કર્યો છે, જ્યારે રૂ. 3 લાખ કરોડથી વધુના IPO અટવાયા છે, ખાસ કરીને વિદેશી રોકાણકારોના વેચાણ, નબળા શેરબજાર અને ઈરાન તણાવના કારણે. કંપનીઓ તેમના ઇશ્યૂ લોન્ચ કરવામાં ખચકાટ અનુભવી રહી છે કારણ કે તેમને યોગ્ય મૂલ્યાંકન મળવાનો ડર છે.
ઈરાન તણાવથી IPO બજાર સ્થગિત: રૂ. 3 લાખ કરોડથી વધુના ઇશ્યૂ અટવાયા.
ચીની સેટેલાઇટ દ્વારા ઇરાનનો અમેરિકન મથકો પર મિસાઇલ હુમલો: ટ્રમ્પનો દાવો, ચીનનો સહાયનો ઇન્કાર.
ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ, ઇરાને ચીનના સેટેલાઇટનો ઉપયોગ કરી અમેરિકાના મધ્યપૂર્વના લશ્કરી થાણા પર હુમલા કર્યા. ઇરાને અમેરિકન લશ્કરી થાણાની રેકી કરી યુદ્ધમાં સફળતાપૂર્વક નિશાન બનાવ્યા. આ સેટેલાઇટનો ઉપયોગ ૨૦૨૪ના અંતિમ દિવસોમાં થયો. ટ્રમ્પનો દાવો છે કે જિનપિંગ શસ્ત્ર સહાય ન આપવા સંમત થયા, પરંતુ ચીને ઇરાનને મદદ કરવાનો ઇન્કાર કર્યો છે.
ચીની સેટેલાઇટ દ્વારા ઇરાનનો અમેરિકન મથકો પર મિસાઇલ હુમલો: ટ્રમ્પનો દાવો, ચીનનો સહાયનો ઇન્કાર.
2025-26 માં ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર: વેપાર ખાધ વધીને 112.16 અબજ ડોલર.
સતત ચાર વર્ષ બાદ અમેરિકાને પાછળ છોડી ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું. ભારતે ચીનમાં 19.47 અબજ ડોલરની નિકાસ કરી, જ્યારે ચીન પાસેથી 131.63 અબજ ડોલરની આયાત થઈ. પરિણામે, ચીન સાથે ભારતની વેપાર ખાધ વધીને 112.16 અબજ ડોલર થઈ છે, જે ચિંતાજનક બાબત છે.