મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી: ટ્રાફિક ઠપ, સબ-વે બંધ
મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી: ટ્રાફિક ઠપ, સબ-વે બંધ
Published on: 29th June, 2026

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રાતભર ભારે વરસાદને કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ટ્રાફિક ઠપ થઈ ગયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અંધેરી સબવેમાં પાણી ભરાઈ જતાં તેને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. આ વરસાદથી મુંબઈગરાઓને ગરમીથી રાહત મળી છે, પરંતુ નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. IMD દ્વારા આજે પણ 'યેલો એલર્ટ' જાહેર કરાયો છે.