વેરાવળમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતિ.
વેરાવળમાં ડો. આંબેડકરની 135મી જન્મજયંતિ.
Published on: 15th April, 2026

ગીર સોમનાથના વેરાવળ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી થઇ. જેમાં શોભાયાત્રા, પુષ્પાંજલિ અને રક્તદાન કેમ્પ યોજાયા. રેલી ટાવર ચોક પહોંચી, જ્યાં પુષ્પાંજલિ અપાઈ અને સૂત્રોચ્ચાર થયા. ડો. વ્રજકુમારની સ્મૃતિમાં મહા રક્તદાન કેમ્પ યોજાયો જેમાં 155 લોકોએ રક્તદાન કર્યું. આ રક્તદાન થેલેસેમિયા અને કેન્સરના દર્દીઓ માટે રેડ ક્રોસને અર્પણ કરાયું. રાજકીય પક્ષોના આગેવાનોએ ડો. બાબાસાહેબને પુષ્પો અર્પણ કર્યા.