SD Pay કૌભાંડ: મહારાષ્ટ્ર સુધી પહોંચેલા ₹2,000 કરોડથી વધુના કૌભાંડમાં એક આરોપી ઝડપાયો
SD Pay કૌભાંડ: મહારાષ્ટ્ર સુધી પહોંચેલા ₹2,000 કરોડથી વધુના કૌભાંડમાં એક આરોપી ઝડપાયો
Published on: 24th September, 2026

દર મહિને 9 ટકા વ્યાજ અને 30 ટકા કમિશનની લાલચ આપી દેશભરમાં કરોડોની છેતરપિંડી કરનાર SD Pay એપ્લિકેશન કૌભાંડના તાર મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર સુધી પહોંચ્યા છે. વડોદરા સાયબર ક્રાઇમે સ્થાનિક પોલીસની મદદથી નારાયણ અશોક કાંગણે નામના આરોપીની અટકાયત કરી છે. તપાસમાં આરોપીના બેંક ખાતામાં રૂ.15 લાખ ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ 5થી 10 ટકા કમિશનના બદલામાં પોતાના બેંક ખાતા ભાડે આપી કૌભાંડમાં ભાગીદારી કરી હતી. આ કૌભાંડનું કદ ₹2,000 કરોડથી વધુ હોવાનું મનાય છે, જેમાં ‘SD Pay’નું નામ બદલીને ‘Apna Pay’ પણ કરવામાં આવ્યું હતું.