Aadhaar કાર્ડમાં નામ સુધારવાના નિયમો કડક કરાયા!
Aadhaar કાર્ડમાં નામ સુધારવાના નિયમો કડક કરાયા!
Published on: 05th October, 2026

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ આધાર કાર્ડમાં નામ અપડેટ કરવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. આ SOP મુજબ, નામમાં વિવિધ પ્રકારની ભૂલો સુધારવા અથવા બદલવા માટે હવે અલગ-અલગ પ્રક્રિયાઓ અને દસ્તાવેજો ફરજિયાત છે. ડેટા એન્ટ્રીની ભૂલ, લગ્ન કે છૂટાછેડા પછી સરનેમ બદલવી, 'ઉર્ફ' (Alias) હટાવવા, અને મોટા નામ ફેરફાર જેવા કિસ્સાઓમાં નિર્ધારિત 'અનુબંધ' (Affidavits) અને ઓળખ દસ્તાવેજો રજૂ કરવા પડશે. આ નવા નિયમો નામ સુધારવાની પ્રક્રિયાને વધુ કડક બનાવે છે.