AI નો ઉપયોગ કરી પાકિસ્તાની અને ભારતીયોએ કેનેડામાં ક્રેડિટ કાર્ડ છેતરપિંડી આચરી
પાકિસ્તાનની સાયબર ક્રાઇમ એજન્સીએ AIનો ઉપયોગ કરીને બનાવટી પાસપોર્ટ અને ઓળખ દ્વારા કેનેડાની બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ નેટવર્કમાં પાકિસ્તાનના ત્રણ અને કેનેડામાં રહેતા ચાર ભારતીય નાગરિકો સામેલ હતા. પાકિસ્તાનમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે કેનેડામાં રહેતા ચાર ભારતીયોએ બનાવટી દસ્તાવેજો અને અંગત વિગતોનો ઉપયોગ કરી ઓનલાઇન ખાતાં ખોલાવ્યા હતા.
