સુપ્રીમ કોર્ટે મંદિરની જમીન મામલે તમિલનાડુ સરકારને ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર મંદિરની સંપત્તિઓની માત્ર સંરક્ષક છે, માલિક નથી. મદ્રાસ હાઈકોર્ટના ચૂકાદાને પલટાવી, કોર્ટે તમિલનાડુ સરકારને મંદિરની જમીન ભેટ સ્વરૂપે સ્વીકારવા બદલ આકરા શબ્દોમાં ફટકાર લગાવી. ઈરોડ જિલ્લામાં મંદિરની 1 એકર જમીન તાલુક કાર્યાલય બનાવવા રાજ્ય સરકારને ભેટ આપવાના મામલે સુપ્રીમ કોર્ટે HR&CE એક્ટની કલમ 41નું ઉલ્લંઘન ગણાવ્યું. કોર્ટે રાજ્ય સરકાર પર રૂ. 1 લાખનો દંડ અને ભાડું ચૂકવવાનો આદેશ આપ્યો.
