મુંબઈ પોલીસે મોબાઈલ ડેટા વેચતા રેકેટનો પર્દાફાશ કર્યો
મુંબઈ પોલીસે મોબાઈલ ડેટા વેચતા રેકેટનો પર્દાફાશ કર્યો
Published on: 10th October, 2026

મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર, ઝારખંડ અને બિહારમાં કાર્યરત એક આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બે કોન્સ્ટેબલ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ ગેરકાયદેસર રીતે કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR), સબસ્ક્રાઇબર ડિટેલ રેકોર્ડ્સ (SDR) અને લાઇવ લોકેશન ડેટા મેળવીને વેચતી હતી. આરોપીઓ ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ શોધી આપવાની જાહેરાતો કરી લોકોને છેતરતા હતા અને પૈસા પડાવીને ગેરકાયદેસર રીતે ડેટા મેળવી આપતા હતા. આ રેકેટમાં ઝારખંડ અને બિહાર પોલીસના કોન્સ્ટેબલ પણ સામેલ છે. પોલીસે સાત મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.