મંત્રીમંડળમાં મોટા ફેરફારની તૈયારી: ધર્મેન્દ્ર શિક્ષણ, નિર્મલા નાણાં ખાતું ગુમાવી શકે
મંત્રીમંડળમાં મોટા ફેરફારની તૈયારી: ધર્મેન્દ્ર શિક્ષણ, નિર્મલા નાણાં ખાતું ગુમાવી શકે
Published on: 29th June, 2026

ચોમાસુ સત્ર પહેલા મોદી સરકાર મંત્રીમંડળમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. નીટ-યુજી પરીક્ષાના પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર રાજીનામાનું દબાણ છે. અહેવાલો સૂચવે છે કે શિક્ષણ અને નાણા મંત્રાલયના પ્રધાનો બદલાઈ શકે છે. વરિષ્ઠ નેતાઓ સંગઠનની જવાબદારી સંભાળી શકે છે, જ્યારે યુવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા છે. રાઘવ ચડ્ઢા, નિતિશ કુમાર, શિંદેના પુત્ર અને આરબીઆઇના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ જેવા નામોની અટકળો ચર્ચામાં છે.