પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ
પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ
Published on: 03rd October, 2026

પ્રેમાનંદ મહારાજનો આશ્રમ ફરી એકવાર ચર્ચામાં છે. એક શિષ્યના શંકાસ્પદ મોત બાદ હવે આશ્રમમાંથી એક કિશોર અનુજ ચૌધરી ગાયબ થયો છે. તેના પરિવારજનો આશ્રમ સામે ધરણાં પર બેઠા છે. ઉપરાંત, નોઇડાથી આવેલી એક યુવતી અને ઢાબામાં કામ કરતી મહિલાનો 10 વર્ષનો બાળક પણ ગુમ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજની પ્રસિદ્ધિ સોશિયલ મીડિયાથી ઝડપથી વધી હતી. હાલમાં આશ્રમમાં સત્સંગના વીડિયો પણ બંધ છે, જેના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.