અમરેલીમાં પુસ્તક પ્રણેતા પ્રતાપ પંડ્યાની 88મી જન્મજયંતિની ઉજવણી કરાઈ.
અમરેલીમાં પુસ્તક પ્રણેતા પ્રતાપ પંડ્યાની 88મી જન્મજયંતિની ઉજવણી કરાઈ.
Published on: 12th April, 2026

અમરેલી ખાતે ગુજરાત પુસ્તક પરબના પ્રણેતા સ્વ. ડૉ. પ્રતાપભાઇ પંડ્યાની 88મી જન્મજયંતિ નિમિત્તે પ્રતાપપર્વ-2026નું આયોજન થયું. જેમાં ટ્રસ્ટી કેતન જોષીએ પૂર્વભૂમિકા રજૂ કરી હતી. વક્તા ડૉ. નિમિત ઓઝાએ સાહિત્યથી સ્વસ્થતા સુધી વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. અમરેલી જિલ્લાના સાહિત્યકારોને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અનેક સાહિત્યકારો, સાહિત્યપ્રેમીઓ તેમજ પંડ્યા પરિવારના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.