જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસની કાર્યવાહી.
જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસની કાર્યવાહી.
Published on: 12th April, 2026

ઝાંઝરડા રોડ અને આઝાદ ચોક જેવા ટ્રાફિકવાળા વિસ્તારોમાં A અને B ડિવિઝન પોલીસે ટ્રાફિક નિયંત્રણ માટે કાર્યવાહી કરી. PI એ. બી. ચૌધરીએ ઝાંઝરડા રોડ પર વાહન ચેકિંગ કર્યું અને આડેધડ પાર્ક કરેલા વાહનોને દંડ ફટકાર્યો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સ્થળ પર જ દંડ ભરવાની ફરજ પડી. PI એસ. કે. દેસાઈની ટીમે આઝાદ ચોકમાં ટ્રાફિકને નડતરરૂપ વાહનો અને લારીઓ હટાવી.