ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટની વધુ રૂ. 442 કરોડની સંપત્તિ ટાંચમાં
ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટની વધુ રૂ. 442 કરોડની સંપત્તિ ટાંચમાં
Published on: 28th September, 2026

ઓનલાઇન ગેમિંગ કંપની Gameskraft અને તેની એપ RummyCulture સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 442 કરોડ રૂપિયાની નવી સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી છે. ટાંચમાં લેવાયેલી સંપત્તિઓમાં વિવિધ ફિકસ્ડ ડિપોઝિટ, કોમર્શિયલ દુકાનો, એક વિલા અને અનેક રહેણાંક મિલકતોનો સમાવેશ થાય છે, જેનું કુલ મૂલ્ય 442.35 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. આ સાથે, કુલ ટાંચમાં લેવાયેલી સંપત્તિનું મૂલ્ય વધીને 2843 કરોડ રૂપિયા થયું છે.