આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા; 2 કરોડ રૂપિયાનું સ્થાયી ભરણપોષણ
આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા; 2 કરોડ રૂપિયાનું સ્થાયી ભરણપોષણ
Published on: 08th April, 2026

આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી દેવી વચ્ચે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે. ઈન્દોરની ફેમિલી કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યા છે. જાનકી દેવીએ વર્ષ 2018માં છૂટાછેડા માટે અરજી કરી હતી. આ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 2 એપ્રિલ 2026ના રોજ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે, નારાયણ સાંઈએ આગામી 3 મહિનામાં જાનકી દેવીને 2 કરોડ રૂપિયા સ્થાયી ભરણપોષણ તરીકે ચૂકવવા પડશે.