ધારાસભ્યોએ કમિશનર સમક્ષ અનેક સમસ્યાઓનો રજૂઆત કરી, તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ
ધારાસભ્યોએ કમિશનર સમક્ષ અનેક સમસ્યાઓનો રજૂઆત કરી, તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ
Published on: 04th October, 2026

નવા કમિશનરની હાજરીમાં થયેલ સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં ધારાસભ્યોએ દબાણ, ગેરકાયદે તપેલા ડાઇંગ અને પ્રતિબંધિત સમયે ભારે વાહનોના પ્રવેશ જેવા મુદ્દાઓ પર ઉગ્ર રજૂઆત કરી. રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ ગોડાઉનો, રસ્તાઓ પર પ્લાસ્ટિક વેસ્ટ, પુલ નીચેના દબાણો દૂર કરવા અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા જેવી સમસ્યાઓ પર તાકીદે કાર્યવાહીની માંગ કરાઈ. ઘરેલુ એકમો દ્વારા ફેંકવામાં આવતા પ્રતિબંધિત કચરાને રોકવા વૈકલ્પિક કલેક્શન સિસ્ટમ અને ખાડીના દબાણો દૂર કરવા પણ સૂચન કરાયું.