મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' કહ્યા? સાંસદ ધવલ પટેલનો અમિત ચાવડાને પડકાર
મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને 'અભણ' કહ્યા? સાંસદ ધવલ પટેલનો અમિત ચાવડાને પડકાર
Published on: 06th April, 2026

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ માટે 'અભણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવતા ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા અને MP ધવલ પટેલે આ નિવેદનને રાજ્યના સાડા છ કરોડ જનતાનું અપમાન ગણાવી કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. ભાજપના MP ધવલ પટેલે આ મામલે મૌન સેવી રહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે અમિત ચાવડા અને તુષાર ચૌધરીને ખુલ્લો પડકાર ફેંકતા પૂછ્યું છે કે, શું તમે તમારા રાષ્ટ્રીય નેતાના આ નિવેદન સાથે સહમત છો? તમે ગુજરાતની જનતાની પડખે ઉભા છો કે, પછી ગુજરાતીઓનું વારંવાર અપમાન કરનારી કોંગ્રેસની વિચારધારા સાથે?