લાલ કિલ્લા પર રાહુલ ગાંધીની ગેરહાજરીથી રાજકીય વિવાદ
લાલ કિલ્લા પર રાહુલ ગાંધીની ગેરહાજરીથી રાજકીય વિવાદ
Published on: 15th August, 2026

સ્વતંત્રતા દિવસ 2026 નિમિત્તે લાલ કિલ્લા ખાતે યોજાયેલા 80માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ગેરહાજરીએ ફરી એકવાર રાજકીય વિવાદ જગાવ્યો છે. આ સમારોહમાં દેશના અનેક અગ્રણી નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને અપરિપક્વ અને સમાજને વહેંચનારા ગણાવ્યા. ગત વર્ષે પણ બેઠક વ્યવસ્થાના મુદ્દે વિવાદ સર્જાયો હતો, જેના પગલે આ વખતે પણ પ્રોટોકોલ અને બેઠક વ્યવસ્થા ચર્ચાનો વિષય બન્યો છે.