કેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત
કેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત
Published on: 05th September, 2026

કેરળના ત્રિશૂર જિલ્લામાં નેશનલ હાઇવે 66 પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 8 યુવાનોના મોત નીપજ્યા છે. રાત્રે એક કાર પુરઝડપે જતી એક ટ્રક પાછળ અથડાતાં આ ઘટના બની હતી. મૃતક તમામ યુવાનો તમિલનાડુના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હતા. કાર તમિલનાડુ પાસિંગની હતી અને તેઓ ગુરુવાયુરથી કોડુંગલ્લુર તરફ જઈ રહ્યા હતા. સ્થાનિકો અને પોલીસે ક્રેનની મદદથી કારમાંથી મૃતદેહો બહાર કાઢ્યા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.