જયશંકરે પુતિનને BRICS સમિટ માટે આમંત્રણ આપ્યું
જયશંકરે પુતિનને BRICS સમિટ માટે આમંત્રણ આપ્યું
Published on: 24th August, 2026

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા થઈ. વિદેશ મંત્રીએ પુતિનને 2026માં દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું. પુતિને પણ SCO શિખર સંમેલન દરમિયાન PM મોદી સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અમેરિકાના દબાણ છતાં, બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ, વેપાર, ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં સહકાર નોંધપાત્ર રીતે વધ્યો છે.