ભારત 114 રાફેલ ખરીદશે, સ્વદેશી સિસ્ટમ અને હથિયારોના ઉપયોગ પર ભાર
ભારત 114 રાફેલ ખરીદશે, સ્વદેશી સિસ્ટમ અને હથિયારોના ઉપયોગ પર ભાર
Published on: 02nd October, 2026

ભારત 114 રાફેલ લડાકુ વિમાનો ખરીદવાની યોજના ધરાવે છે, જેના પર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે. આ ડીલમાં ભારતીય ટેક્નોલોજી અને હથિયારોના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવશે. મોટાભાગના વિમાનો ભારતમાં જ એસેમ્બલ થશે અને તેમાં ભારતીય હથિયારો લગાવવામાં આવશે. અગાઉ ખરીદાયેલા રાફેલ મરીનમાં પણ ભારતીય હથિયારો લગાવવા ફ્રાન્સની કંપની સંમત થઈ છે. આ ખરીદી 'બાય એન્ડ મેક' મોડેલ હેઠળ થશે.