રોડ ટુ હેવન વિસ્તારમાં ડ્રોન પ્રતિબંધની ગાઇડલાઇન ફરી જાહેર.
રોડ ટુ હેવન વિસ્તારમાં ડ્રોન પ્રતિબંધની ગાઇડલાઇન ફરી જાહેર.
Published on: 12th April, 2026

કચ્છના રોડ ટુ હેવન પર ડ્રોન પ્રતિબંધિત, કારણ કે આ વિસ્તાર વન્યપ્રાણી અભયારણ્ય અને પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. ડ્રોનથી વન્યજીવોના જીવનમાં ખલેલ પડે છે. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ ડ્રોન શૂટિંગ ગુનો છે. આ માર્ગ BSF હદની નજીક હોવાથી સુરક્ષા કારણોસર પણ પ્રતિબંધ છે. નિયમ તોડનાર સામે કાર્યવાહી થશે, છતાં અમલવારીનો પ્રશ્ન છે. આઉટપોસ્ટ બિનકાર્યરત અને સ્ટાફ ઓછો હોવાથી, ગ્રાઉન્ડ પર પગલાં જરૂરી છે.