ગોધરા: CCE પરીક્ષા ઓફ્લાઇન લેવા પંચમહાલના યુવાનોની રજૂઆત, સાંસદ અને કલેક્ટરને આવેદનપત્ર.
ગોધરા: CCE પરીક્ષા ઓફ્લાઇન લેવા પંચમહાલના યુવાનોની રજૂઆત, સાંસદ અને કલેક્ટરને આવેદનપત્ર.
Published on: 06th April, 2026

પંચમહાલના યુવા વિદ્યાર્થીઓએ CCE પરીક્ષા ઓફ્લાઇન લેવા રાજ્યસભા સાંસદ અને કલેક્ટરને રજૂઆત કરી. તેઓની માંગ છે કે આ વાત મુખ્યમંત્રી અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સુધી પહોંચાડવામાં આવે. પરીક્ષા ઓનલાઇન (CBRT) કે ઓફ્લાઇન (OMR) પદ્ધતિથી લેવાશે તે અંગે સ્પષ્ટતા ન થતા ઉમેદવારો ચિંતિત છે. યુવાનોએ નોર્મલાઈઝેશન પ્રક્રિયા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.