1 ઓક્ટોબરથી WhatsApp Business Platform પર મેસેજ ચાર્જિસ લાગુ
1 ઓક્ટોબરથી WhatsApp Business Platform પર મેસેજ ચાર્જિસ લાગુ
Published on: 30th September, 2026

મેટા (Meta) કંપની 1 ઓક્ટોબર, 2026 થી WhatsApp Business Platform પર મેસેજ ચાર્જિસ લાગુ કરી રહી છે. આ ફેરફાર હેઠળ, વેપારીઓ અને કંપનીઓએ ગ્રાહકોને મોકલવામાં આવતા ઓર્ડર કન્ફર્મેશન અને ડિલિવરી અપડેટ્સ જેવા યુટિલિટી મેસેજીસ માટે પણ ચુકવણી કરવી પડશે. નોંધનીય છે કે આ ફેરફાર ફક્ત WhatsApp Business Platform (API) વાપરતા મોટા બિઝનેસ માટે છે, સામાન્ય WhatsApp યુઝર્સ અથવા નાના વેપારીઓ માટેની WhatsApp Business App પર તેની કોઈ અસર થશે નહીં. આ નવા નિયમો હેઠળ, 1,000 ઓર્ડર અપડેટ્સ માટે આશરે ₹135.70 (GST સાથે) ચૂકવવા પડશે.