અમરાવતીની મહિલા હોસ્પિટલના ICU માં આગ
અમરાવતીની મહિલા હોસ્પિટલના ICU માં આગ
Published on: 24th August, 2026

મહારાષ્ટ્રના અમરાવતી સ્થિત સરકારી મહિલા હોસ્પિટલના ICU વોર્ડમાં વહેલી સવારે આગ લાગતાં ત્રણ નવજાત બાળકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. વેન્ટિલેટરમાં થયેલા વિસ્ફોટને કારણે આગ ફેલાઈ હતી, જેના કારણે નવજાત શિશુ સંભાળ એકમમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગી ત્યારે વોર્ડમાં કુલ 39 નવજાત બાળકો સારવાર હેઠળ હતા. સ્ટાફની સમયસરની કામગીરીથી મોટાભાગના બાળકોને બચાવી લેવાયા હતા, પરંતુ ત્રણ બાળકો જીવ ગુમાવી બેઠા. 6 બાળકો ગંભીર હાલતમાં છે.