રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને બિરદાવી‎:અમરેલીમાં જિલ્લાકક્ષાની ચિત્ર-વકૃત્વ સ્પર્ધા યોજાઈ
રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને બિરદાવી‎:અમરેલીમાં જિલ્લાકક્ષાની ચિત્ર-વકૃત્વ સ્પર્ધા યોજાઈ
Published on: 04th October, 2026

અમરેલીમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દીપક હાઇસ્કૂલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાની ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા સાથે વિકસિત ભારતની સંકલ્પનાને રજૂ કરતા વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું. રાજ્યમંત્રી વેકરીયાએ ચિત્રો નિહાળી વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને પ્રતિભાને બિરદાવી હતી. ચિત્રોમાં ડિજિટલ ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, સ્પેસ ટેક્નોલોજી સહિતના વિવિધ વિષયો દ્વારા વિકસિત ભારતની કલ્પનાને રજૂ કરવામાં આવી હતી.