સોલડી ટોલ નાકા પાસે બાઈક અથડાતા ધ્રાંગધ્રાના ચાલકનું મોત, પોલીસે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી.
સોલડી ટોલ નાકા પાસે બાઈક અથડાતા ધ્રાંગધ્રાના ચાલકનું મોત, પોલીસે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી.
Published on: 30th July, 2025

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-કચ્છ હાઈવે પર સોલડી ટોલ પ્લાઝા નજીક બે બાઈક અથડાતા અકસ્માત થયો, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું. અન્ય બાઈક ચાલકને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયો. આ ઘટના સોમવારે રાત્રે ચુલી અને સોલડી ટોલ પ્લાઝાની વચ્ચે બની હતી. પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી.