CJP 'ચલો સંસદ' માર્ચને પોલીસની મંજૂરી નહીં
CJP 'ચલો સંસદ' માર્ચને પોલીસની મંજૂરી નહીં
Published on: 19th July, 2026

દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત 'ચલો સંસદ' માર્ચને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. નવી દિલ્હી જિલ્લામાં BNSSની કલમ ૧૬૩ (જે પહેલા CrPCની કલમ ૧૪૪ હતી) લાગુ કરવામાં આવી છે. આ કલમ મુજબ, સંસદની આસપાસ ૫ કે તેથી વધુ લોકોના એકઠા થવા, સરઘસ કાઢવા કે દેખાવ કરવા પર પ્રતિબંધ રહેશે. નિયમનો ભંગ કરનાર સામે BNSની કલમ ૨૨૩ હેઠળ ગુનો દાખલ કરાશે. NEET પરીક્ષાની ગેરરીતિઓ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે આ માર્ચ યોજાવાની હતી. સંસદ અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે.